newsdog Facebook

મુંબઈ લાવવામાં આવ્યો પંડિત જસરાજનો પાર્થિવ દેહ, કાલે રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર

GSTV 2020-08-19 20:39:50

શાસ્ત્રીય સંગીતના પુરોધા અને સુરોના રસરાજ તરીકે ઓળખાતા પંડિત જસરાજનો પાર્થિવ દેહ અમેરીકાના ન્યૂ જર્સીથી મુંબઈ લવાયો છે. 20 ઓગસ્ટના રોજ તેઓ પંચ તત્વમા વિલીન થઈ જશે. મુંબઈની વિલેપાર્લે સ્મશાન ઘાટ પર તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા સમ્માનોથી નવાજવામાં આવેલા પંડિત જસરાજના રાજકિય સમ્માન સાથે અંતિમ સંસ્કાર થશે.

લોકડાઉન બાદ તે ન્યુજર્સીમાં હતા

28 જાન્યુઆરી 1930ના રોજ હરિયાણાના હિસ્સારમાં જન્મેલા પંડિત જસરાજનું 17 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. કોરોના મહામારી અને લોકડાઉન બાદથી તેઓ ન્યૂ જર્સીમાં જ હતા. પંડિત જસરાજના પરિવારમાં પુત્ર સારંગ, પુત્રી દુર્ગા, પૌત્ર અને પૌત્રી સ્વર શર્મા, અવની જસરાજ, મેહરા, ઋષભ દેવા પંડિત અને ઈશ્વરી પંડિત છે.