newsdog Facebook

આવતા વર્ષે માર્ચ સુધીમાં ખાનગી થઈ જશે આ 4 સરકારી બેંકો, મોદી સરકારે તેજ કરી દીધી હિસ્સેદારી વેચવાની પ્રક્રિયા

GSTV 2020-08-19 20:45:28

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશની ઓછામાં ઓછી 4 સરકારી બેંકોના ખાનગીકરણની પ્રક્રિયાને તેજ કરી દીધી છે. રોયટર્સનાં રિપોર્ટ મુજબ,PMOએ અધિકારીઓને કહ્યુ છેકે, આ બેંકોની હિસ્સેદારીને વેચવાની પ્રક્રિયા તેજ કરી દેવામાં આવે,આખા મામલાની જાણકારી રાખતા બે સૂત્રોએ જણાવ્યુકે, સરકાર પંજાબ એન્ડ સિંધ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક અને IDBI બેંકમાં મોટી હિસ્સેદારી રાખે છે. અને હવે તેને વેચવા માંગે છે. સૂત્રો મુજબ કેન્દ્ર સરકારની યોજના ઘણી સરકારી બેંકોનાં ખાનગીકરણ કરવા અને અમુક બેંકોમાં હિસ્સેદારી વેચીને મોટું બજેટ ફંડ ઉભુ કરવાની છે. તેનું કારણ એ છેકે, ટેક્સ કલેક્શનમાં ઘટાડાને કારણે સરકારી બેંકો આર્થિક સંકટનો સામનો કરી રહી છે.

સૂત્ર મુજબ PM કાર્યાલય તરફથી નાણા મંત્રાલયને આ મહિનાની શરૂઆતમાં પત્ર લખવામાં આવ્યો છે. જેમાં આ નાણાકીય વર્ષમાં 4 સરકારી બેંકોનાં ખાનગીકરણની પ્રક્રિયાને જલ્દીથી પુરી કરવા માટે કહેવામાં આવ્યુ છે. સૂત્રોનું કહેવું છેકે, બેંકોનાં ખાનગીકરણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અને હાલમાં તેના વિશે ચર્ચા ચાલી રહી છે. જોકે, હજી સુધી સરકાર તરફથી તેના વિશે સત્તાવાર કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ થોડા દિવસો પહેલાં એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતોકે, સરકાર દેશની લગભગ અડધો ડઝનનું ખાનગીકરણ કરવાની યોજના પર કામ કરી રહી છે.

સૂત્રો મુજબ, સરકાર દેશમાં ફક્ત 4થી5 સરકારી બેંકો જ ઈચ્છે છે. હાલમાં ભારતમાં 12 સરકારી બેંક છે, જેમાં કેન્દ્ર સરકારની 51 ટકાથી વધુની હિસ્સેદારી છે. તેના સિવાય 47.11% હિસ્સેદારી IDBI બેંકમાં છે. આ બેંકમાં સરકારી વીમા કંપની LICની 51 ટકાની હિસ્સેદારી છે. બેંકોનાં ખાનગીકરણની આ પ્રક્રિયા સરકાર એવા સમયે શરૂ કરવા માંગે છે. જ્યારે દેશામાં દિગ્ગજ સરકારી બેંક NPAનાં સંકટ સામે ઝઝૂમી રહી છે. જોકે, હજી પણ ખાનગીકરણની પ્રક્રિયાને લઈને સ્થિતિ પુરી રીતે સ્પષ્ટ નથી. અને સરકાર આ સંબંધમાં સતત ચર્ચા કરી રહી છે.

તેના સિવાય અમુક અધિકારીઓએ સરકારને સુઝાવ આપ્યો હતોકે, ખાનગીકરણ કરતાં પહેલાં આ બેંકોનું પુર્નગઠન કરવામાં આવે જેથી તેનાં નુકસાનને ઘટાડી શકાય, અને તેના ખાનગીકરણ કરતાં પહેલાં સરકાર તેનાં વધારાનાં સ્ટાફને VRS ઓફર પણ કરી રહી છે. જેથી તેની દેશ અને વિદેશની શાખાઓને બંધ કરી શકાય. જે ખોટમાં ચાલી રહી છે.

READ ALSO