newsdog Facebook

છોટાઉદેપુરમાં વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમ, તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોને રોવાનો વારો

GSTV 2020-08-19 20:02:47

છોટાઉદેપુર જિલ્લામાં પડેલો વરસાદ કેટલાક ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદના કારણે ખેડૂતોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ છે. શરૂઆતમાં સારા વરસાદ બાદ ખેડૂતોએ હોંશે હોંશે વાવણી કરી. પરંતુ બાદમાં કુદરતનો કેર એવો વરસ્યો અને તંત્રની બેદરકારીના કારણે ખેડૂતોએ આજે રડવાનો વારો આવ્યો છે.

નસવાડીના કેટલાક ગામોમાં 150થી 300 એકર ખેતરમાં કેડસમા પાણી ઘુસી ગયા છે. 28 વર્ષથી ખેતરમાં પાણીભરાઈ જવાની સમસ્યા છે. અધિકારીઓ સમસ્યાનો અંત લાવી શકે તેમ છે. પરંતુ તંત્રની નિષ્ક્રિયતાના કારણે આ વર્ષે પણ ખેતરમાં પાણી ભરાયા અને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

READ ALSO