newsdog Facebook

રાજ્ય સરકારે આજથી શરૂ કર્યો શાળા પ્રવેશોત્સવ, રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ થશે ઓનલાઈન પ્રક્રિયા

GSTV 2020-08-19 20:11:53

કોરોના કાળના કારણે શાળાઓ હજુ બંધ છે. જોકે રાજ્યમાં આજથી રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. જોકે કોરોના મહામારીના કારણે શિક્ષણ બોર્ડે છેક હવે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી છે.

દર વર્ષે ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, પરતું આ વર્ષે કોરોના કારણે કોવિડની ગાઈડલાઈન હેઠળ ઓનલાઇન પ્રવેશ પ્રકિયા શરૂ કરવામાં આવી છે. ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 ટકા મુજબ વિના મૂલ્યે ધો-1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે.

11 સપ્ટેમ્બરે પ્રવેશ માટેનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાશે. RTE અંતર્ગત ધોરણ 1 થી 8માં અભ્યાસ માટે વિદ્યાર્થીની સ્કૂલ ફી, પુસ્તક અને યુનિફોર્મનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

READ ALSO