newsdog Facebook

ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જળસપાટીમાં થયો વધારો, 32 હજાર ક્યૂસેક પાણીની થઈ આવક

GSTV 2020-08-19 20:20:17

ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે તાપીના ઉકાઈ ડેમમાં જળસપાટીમાં વધારો થયો છે અને ડેમના 22માંથી 11 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં એક લાખ 32 હજાર ક્યુસેક પાણીની આવક છે અને એક લાખ 25 હાજર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે. સાવચેતીના ભાગરૂપે સુરત અને તાપી જિલ્લામાં કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ડેમની સપાટીમાં ઉત્તરોઉત્તર વધારો થયો છે. ઉકાઈ ડેમના 22 દરવાજા પૈકી 11 દરવાજા 6 ફૂટ ખોલવા માં આવ્યા હતા.સાંજે 6 વાગ્યે ઉકાઈ ડેમ ની સપાટી 334.23 ફૂટ થઈ હતી. ઉપરવાસમાંથી આવી રહેલા પાણીની આવક જોતા હજુ તબક્કાવાર જાવક વધારવામાં આવશે.

READ ALSO