newsdog Facebook

Airtel યુઝર્સ માટે ધાંસુ ઓફર, આ પ્લાનમાં મળશે 10 ગણો વધારે ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા

GSTV 2020-08-19 20:28:53

Airtle એ એપ્રિલમાં Disney+ Hotstar VIP પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનની કિંમત 401 રૂપિયા રાખવામાં આવી હતી. એરટેલે આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટીની સાથે 3 GB ડેટા મળતો હતો. હવે કંપનીએ પોતાની ઓફરમાં ફેરફાર કર્યો છે. હવે આ પ્લાનમાં યૂઝર્સને 3GB ની જગ્યાએ 30GB ડેટા મળશે. એટલે કે કંપની હવે આ પ્લાનમાં 10 ગણો વધારે ડેટા ઓફર કરી રહી છે. હોટસ્ટાર પર VIP મેમ્બરશિપની કિંમત 399 રૂપિયા છે.

પ્લાનમાં નહી મળે અનલિમિટેડ વોઈસ કોલિંગ

Airtelના આ પ્લાનમાં કોઈ વોઈસ કોલિંગ અને SMS બેનિફિટ્સ મળતા નથી. Jio આ કિંમતમાં 28 દિવસ સુધી 3GB ડેટા દરરોજ આપે છે. તે સિવાય 1000 મિનિટ ઓન નેટ અને ઓફ નેટ કોલિંગ માટે આપે છે. Jio ના આ પ્લાનમાં 100 SMS પણ દરરોજ મળે છે.

Airtel નો 448 રૂપિયાનો પ્લાન

Airtel ના આ પ્લાનમાં અનલિમિટેડ લોકલ અને STD કોલિંગ મળે છે. પ્લાનમાં દરરોજ 100 SMS મળે છે. તે સિવાય 28 દિવસ સુધી 3GB ડેટા દરરોજ મળે છે. Airtel ના 433 રૂપિયાના પ્લાનમાં પણ આ બેનિફિટ્સ ઓફર કરવામાં આવે છે.

Airtel નો 599 રૂપિયાનો પ્લાન

Airtel 599 રૂપિયાનો પ્લાન પણ ઓફર કરે છે. આ પ્લાનમાં કોલિંગ અને SMS બેનિફિટ્સ પહેલાના પ્લાન્સની જેમ જ છે. જોકે, આ પ્લાનમાં 3ની જગ્યાએ 2GB ડેટા દરરોજ મળે છે અને વેલિડિટી 56 દિવસની મળે છે.

શારિરીક સંબંધો બાંધવાથી થાય છે આટલા ફાયદા, જેને સાંભળીને તમે પણ ચોંકી જશો

READ ALSO