newsdog Facebook

હવે મણિપુરમાં કોંગ્રેસના શાસન ઉપર સંકટ, પૂર્વ CMના ભત્રીજા સહિત પાંચે કર્યાં કેસરીયા

GSTV 2020-08-19 20:22:56

રાજસ્થાનમાં માંડ કોંગ્રેસ ઉપરથી સંકટ ટળ્યું છે. ત્યારે હવે કોંગ્રેસ ઉપર નવી મુસીબત આવી પડી છે. મણીપુરમાં કોંગ્રેસના શાસન ઉપર સંકટ તોળાઈ રહ્યું છે. પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા સહિત પાંચ પૂર્વ ધારાસભ્યોએ કેસરીયા ધારણ કર્યાં છે. આ અંગે ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી હતી.

Delhi: Five Manipur MLAs who had resigned from Congress, including Okram Henry Singh who is the nephew of CLP leader Okram Ibobi Singh, join BJP. Party's national general secretary Ram Madhav, national vice president Baijayant Panda and Manipur CM N Biren Singh present. pic.twitter.com/I4APqO4DPi

— ANI (@ANI) August 19, 2020

કોણે કોણે ધારણ કર્યાં કેસરીયા

હવે મણિપુરમાં કોંગ્રેસ માટે રાજનૈતિક સંકટ વધુ ઘેરુ બનતું જઇ રહ્યું છે. કોંગ્રેસના પાંચ પૂર્વ ધારાસભ્યોએ ભાજપમાં જોડાઇને કેસરીયા કર્યા છે. ભાજપમાં સામેલ થનારા કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા ઓકરામ ઇબોબી સિંહના ભત્રીજા ઓકરામ હેનરી સિંહ પણ તેમાં સામેલ છે. બુધવારે સીએમ એન.બીરેન સિંહ, ભાજપ મહાસચિવ રામ માધવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડાની ઉપસ્થિતીમાં તેઓએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યુ હતું. આ પહેલા મણિપુરના સીએમ બીરેન સિંહ હાલમાં જ એક કોંગ્રેસના એક ધારાસભ્ય અને 6 પૂર્વ ધારાસભ્યની સાથે દિલ્હી પહોંચ્યા હતા. સીએમ સાથે રવાના થયેલા 6 પૂર્વ ધારાસભ્ય એ ધારાસભ્યો છે. જેઓએ 10 ઓગસ્ટે વિધાનસભામાં રાજીનામું આપી દીધુ હતું અને 11 ઓગસ્ટે કોંગ્રેસ પાર્ટીને છોડી દીધી હતી.