newsdog Facebook

સુશાંતસિંહ કેસઃ સુપ્રિમના નિર્ણય પર મહારાષ્ટ્ર સરકારની આવી આ પ્રથમ પ્રતિક્રિયા

GSTV 2020-08-19 20:09:28

સુશાંતસિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્ર સરકારની પહેલી પ્રતિક્રિયા આવી છે. મહારાષ્ટ્રના કાયદામંત્રી અનિલ પરબે કહ્યું કે તેમાં હાર કે જીત જેવું કંઈ નથી. અનિલ પરબ જણાવ્યું હતું કે ન બિહાર જીત્યું ન તો મહારાષ્ટ્ર હારી ગયું. અનિલ પરબે એમ પણ કહ્યું હતું કે, કોર્ટે મુંબઈ પોલીસની તપાસને ખોટી ગણાવી નથી. આ સ્થિતિમાં રાજીનામા આપવાનો કોઈ સવાલ નથી. અમે કોર્ટના નિર્ણયને પડકાર આપીશું કે નહીં તે અંગે નિર્ણય લઈશું.

સ્વસ્થ ત્વચા માટે ઘરે જ બનાવી શકો છો ચાર પ્રકારનાં કીવી ફેસપૅક

આ ઘટના મુંબઈમાં બની છે, તેથી મુંબઈ પોલીસે તેની તપાસ કરવી જોઈતી હતી

મંત્રી અનિલ પરબે કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર ફક્ત એટલું જ કહેતી હતી કે આ કેસની તપાસ મુંબઈ પોલીસને આપવામાં આવે અને જો જરૂરી હોય તો પછી કેસ સીબીઆઈને મોકલી શકાય છે. તેમણે કહ્યું કે કેમ કે આ ઘટના મુંબઈમાં બની છે, તેથી મુંબઈ પોલીસે તેની તપાસ કરવી જોઈતી હતી.

અમારો વિચાર હતો કે ફેડરલ સ્ટ્રક્ચરને પ્રભાવિત ન કરવું

મહારાષ્ટ્રના કાયદામંત્રીએ કહ્યું કે અમારો વિચાર હતો કે ફેડરલ સ્ટ્રક્ચરને પ્રભાવિત ન કરવું જોઈએ. વિપક્ષ રાજકીય લાભ માટે આ મુદ્દાને રાજકારણની હવા આપી રહ્યો છે. મહારાષ્ટ્ર સરકારનું માનવું છે કે જો કોઈ દોષી સાબિત થાય તો તેને સખત સજા થવી જોઈએ. પરંતુ જો તે માત્ર આત્મહત્યાનો મામલો છે તો તે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે.

ભાજપને લાગે છે કે મહારાષ્ટ્રમાં તેમના સિવાય બીજો કોઈ સરકાર ચલાવી શકશે નહીં

અનિલ પરબે કહ્યું કે ભાજપને લાગે છે કે મહારાષ્ટ્રમાં તેમના સિવાય બીજો કોઈ સરકાર ચલાવી શકશે નહીં. તેઓ આ મામલા દ્વારા ઠાકરેની બદનામી કરી રહ્યા છે. વિરોધ પક્ષ સુશાંત પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી રહ્યો નથી. તેઓ માત્ર ઠાકરેને દોષી ઠેરવી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂત કેસમાં મહત્વનો નિર્ણય આપીને કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. કોર્ટના આ નિર્ણયને દેશએ આવકાર્યો છે.

કોર્ટના આ નિર્ણય બાદ મુંબઇમાં હલચલ તીવ્ર બની

બીજી તરફ કોર્ટના આ નિર્ણય બાદ મુંબઇમાં હલચલ તીવ્ર બની છે. મુંબઇના પોલીસ કમિશ્નર પરમબીર સિંહ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખને મળવા તેમની ઓફિસ પહોંચ્યા હતા. આ અગાઉ પરમબીરસિંહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પણ મુલાકાત કરી હતી. મુખ્ય સચિવ અમિતાભ ગુપ્તા ગૃહમંત્રી અનિલ દેશમુખને મળ્યા. દેશમુખ બપોર પછીથી સતત રાજ્યના વરિષ્ઠ અધિકારીઓને મળી રહ્યા છે.

READ ALSO