newsdog Facebook

ગુજરાતમાં કોરોનાથી ત્રાહિમામ લોકો, છેલ્લાં 24 કલાકમાં 1145 પોઝિટિવ દર્દીઓ સાથે 17નાં મોત

GSTV 2020-08-19 20:08:02

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1145 કેસ નોંધાયા છે. તો આજે કુલ 17 દર્દીઓના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2839 થઇ ચૂક્યો છે. તો હાલમાં 81 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1120 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 64 હજાર 830 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 63 હજાર 31 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 14 લાખ 78 હજાર 629 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1145 પોઝિટિવ કેસ
  • છેલ્લા 24 કલાકમાં 1120 દર્દીએ કોરોનાને આપી મ્હાત
  • કોરોનાને કારણે વધુ 17 દર્દીના મોત
  • સુરતમાં આજે નવા 238 પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં વધુ 163 પોઝિટિવ કેસ

સુરતમાં કોરોનાનાં કેસમાં થયો ઘટાડો

છેલ્લા કેટલાય સમયથી વધી રહેલા કોરોના પોઝીટીવ કેસોને લઈ હોટસ્પોટ બનેલા સુરત શહેર માટે રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે. સુરત શહેર અને જિલ્લામાં દરરોજ 300 જેટલા પોઝિટિવ કેસ નોંધાતા હતા. પરંતુ હવે આ આંકડો 200ની અંદર આવી ગયો છે. બીજી તરફ શહેરમાં રિકવરી રેટ પણ 77 ટકા સુધી પહોંચ્યો છે. જે અગાઉ 60 ટકાની આસપાસ હતો. જ્યારે કે ડેથ રેટ 2 ટકાની આસપાસ છે. તો ખાનગી અને સરકારી હોસ્પિટલના ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા ઓછી થઈ છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે શહેરમાં હાલ કોરોના સંપૂર્ણપણે કાબૂમાં છે. જો કે તેમણે ચેતવણી આપતા કહ્યું કે કેસ ઓછા થવાની વાતને સુરતીલાલાઓએ હળવાશથી લેવી જોઇએ નહીં. જો તકેદારી અને સાવચેતી નહીં રાખવામાં આવે તો આગામી દિવસોમાં કોરોનાના કેસો ફરી વધી શકે છે.

અમદાવાદનો આ વિસ્તાર મુકાયો માઈક્રોકન્ટેઈનમેન્ટમાં

અમદાવાદ શહેરના ઈસનપુર વોર્ડમાં આવેલા સમ્રાટનગરના સેકટર-1થી 10ના 1023 મકાનમાં રહેતા 5031 લોકોને રેપિડ ટેસ્ટ કરાવવા તૈયારી ન બતાવતા મ્યુનિ.ને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુક્યા છે.

READ ALSO