newsdog Facebook

કોંગ્રેસ પાર્ટીએ હવે સ્વતંત્ર માર્ગ અપનાવવો જોઈએ, અધ્યક્ષ ગાંધી પરિવારમાંથી ન બનવા જોઈએ

GSTV 2020-08-19 19:55:21

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં પૂર્ણકાલીન અધ્યક્ષની માંગણી ઉઠી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષના મહામંત્રી અને ગાંધી પરિવારના સભ્ય પ્રિયંકા ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. પ્રિયંકાએ કહ્યું હતું કે પક્ષ પ્રમુખ અમારા ગાંધી પરિવારમાંથી ન હોવા જોઇએ. અગાઉ પક્ષના વરિષ્ઠ મનાતા નેતા રાહુલ ગાંધીએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પ્રિયંકાએ પોતાના ભાઇના વિધાનને સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસ પાર્ટીએ હવે સ્વતંત્ર રસ્તા અપનાવવો જોઈએ

પ્રિયંકાએ કહ્યું કે હું રાહુલ ગાંધીના એ વિધાન સાથે સહમત છું કે પક્ષ પ્રમુખ ગાંધી પરિવારની બહારની કોઇ વ્યક્તિ હોવી જોઇએ. મને લાગે છે કે હવે પક્ષે પોતાનો સ્વતંત્ર માર્ગ પસંદ કરી લેવો જોઇએ. શું કોંગ્રેસ પક્ષ ભાજપ સામેની લડાઇમાં હારી ગયો છે એવો સવાલ પૂછવામાં આવતાં પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષે નવા મિડિયાને સમજવા-પારખવામાં ભૂલ કરી હતી.
કોંગ્રેસે સોશ્યલ મિડિયા પર પોતાના વિચારો રજૂ કરવાની શરૂઆત કરી, ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે ગાંધી પરિવાર સિવાયની કોઇ વ્યક્તિ પક્ષપ્રમુખ બનશે તો એના આદેશ મુજબ કામ કરવાની અમારી તૈયારી છે.

READ ALSO