newsdog Facebook

સરકારે આપી રાહત, પરંતુ જો પેન કાર્ડ નહીં હોય તો રોકાઈ જશે આ મોટા કામ

GSTV 2020-08-19 19:44:39

કેન્દ્ર સરકારે પેન અને આધારને લિંક કરવાની સમયસીમાને 31 માર્ચ, 2021 સુધી વધારી દીધી છે. એટલે કે જો તમે હજુ સુધી લીંક ન કરાવ્યું હોય તો તમને ઘણો સમય મળી ગયો છે. જેનાથી તમે લિંક કરાવી શકો છો. જો તમારી પાસે પેન કાર્ડ નથી તો તમે થોડી મિનિટમાં ઘરે જ બનાવી શકો છો. એ માટે ઈનકમ ટેક્સની વેબસાઈટથી ઈ-પેન બનાવી શકો છો. આ થોડી જ મિનિટોમાં બની જાય છે.

18 કરોડ લોકોએ લીંક નથી કરાવ્યું પેનકાર્ડ

લોકડાઉનના કારણે સરકારે પેન અને આધારને જોડવાની છેલ્લી તારીખ વધારીને 30 જુન કરી દીધી છે. આ આઠમી વખત હતું જ્યારે આધાર અને પેન લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો હોય. એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 32.71 કરોડ પાન આધાર સાથે જોડાઈ ચુક્યાં છે. આ પ્રમાણે 29 જુન સુધીમાં 50.95 કરોડ પેનનું વિતરણ કરાયું હતું. પરંતુ હજી પણ આશરે 18 કરોડ લોકોએ બંનેને આપસમાં લીંક નથી કરાવ્યું.

આવી રીતે બનાવી શકો છો ઈ-પેન

  • જો તમે ઈ પેન બનાવવા માંગો છો તો સૌથી પહેલા તમારી પાસે આધારકાર્ડ હોવું જરૂરી છે. તે બાદ તમારે ઈનકમ ટેક્સની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • ત્યાં તમારે પાન થ્રુ આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાં નવુ પેજ ઓપન થશે. જ્યાં તમારે ગેટ ન્યુ પાન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે ફરીથી નવુ પેજ ખુલશે. જ્યાં તમારે આધાર સંબંધી જાણકારી આપવાની રહેશે. અને કેપ્ચા કોડ નાંખવાનો રહેશે.
  • પછી ઓટીપી જનરેટ કરીને તેમાં ભરવું પડશે. બાદમાં આધારકાર્ડની ડિટેઈલ વેલિડ કરવાની રહેશે.
  • આ સમગ્ર પ્રક્રિયામાં આશરે 10 મિનિટ લાગશે. પ્રક્રિયા પુરી થયા બાદ ઈ-પેન પીડીએફ ફોર્મેટમાં મળી જશે. પછી તેને ડાઉનલોડ કરવા માટે તમારે તમારો આધારકાર્ડનો નંબર નાંખવાનો રહેશે.