newsdog Facebook

જનતા કહી કહીને થાકી ગઈ પણ રસ્તા બન્યા નહીં, પાટિલને વ્હાલુ લગાડવા રાતોરાત બની ગયા રસ્તા

GSTV 2020-08-19 19:41:13

પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે છે, ત્યારે આજદિન સુધી ખખડધજ અને બિસ્માર બનેલા રસ્તાઓને લોકો ત્રાહિમામ હતા તે જનતાને રાતોરાત સારા રસ્તાની ભેટ મળી ગઇ છે.

જૂનાગઢમાં ખરાબ રસ્તાઓને લઇને લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. લોકોએ અનેકોવખત રજૂઆતો કરી હતી. પરંતુ લોકોની રજૂઆતો સામે આંખ આડા કાન કરતું તંત્ર પ્રદેશ પ્રમુખને વ્હાલુ લગાડવા માટે રાતોરાત રસ્તા રિપેરીંગની કામગીરીમાં જોતરાતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે.

READ ALSO