newsdog Facebook

સુશાંત સિંહ રાજપુત કેસની સીબીઆઈ તપાસને લઈને નીતીશ કુમારે આપ્યું આ નિવેદન

VG News 2020-08-19 00:00:00

અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોતના પગલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે હવે લોકોને ન્યાય મળશે. તેમણે સાથે કહ્યું કે બિહાર પોલીસે તમામ કામ કાયદા મુજબ જ કર્યું હતું. આ ઉપરાંત બિહાર પોલીસની જ્યાં જરૂર હશે ત્યાં સીબીઆઈની મદદ કરશે.

આ કેસમા બિહાર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ટકરાવ પર તેમણે કહ્યું કે આ એકતરફી છે. બિહાર સરકારે જે કામ કર્યું છે તે કાયદા મુજબ કર્યું છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ એ બાબત સ્પષ્ટ થઈ છે કે આમાં કોઈ રાજકીય ઉદ્દેશ નથી. જે કઈ થયું તે કાયદા મુજબ જ થયું છે. તેમાં કોઈ રાજનીતિ નથી. સીબીઆઈ યોગ્ય રીતે કામ કરશે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે સીબીઆઈ જલ્દી જ ન્યાય અપાવશે.

આજે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ હવે સીબીઆઈ કરશે. સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તીની અરજી ફગાવી દીધી છે. કોર્ટે સીબીઆઈને આ મામલાની તપાસ કરવા માટે કહ્યું છે. તેની સાથે મુંબઈ પોલીસને તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આગળ કહ્યું છે કે, બિહાર સરકારને આ કેસ સીબીઆઈને રિફર કરવાનો અધિકાર છે. સીબીઆઈ ઈચ્છે તો નવો કેસ દાખલ કરી શકે છે.સુશાંત સિંહના પિતા કેકે સિંહે રિયા સામે બિહારમાં કેસ દાખલ કર્યો હતો. તેને મુંબઈ ટ્રાન્સફર કરવા માટે અભિનેત્રીએ સુપ્રીમ કોર્ટે અરજી દાખલ કરી હતી.

જસ્ટિસ ઋષિકેશ રોયની બેન્ચે ગત મંગળવારે સુનાવણી બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. સીનીયર વકીલ મનિંદર સિંહ બિહાર સરકાર તરફથી, અભિષેક મનુ સિંઘવી મહારાષ્ટ્ર સરકાર, શ્યામ દીવાન રિયા તરફથી અને વિકાસ સિંહે સુશાંત સિંહ રાજપૂતના પરિવાર તરફથી અરજી કરવામા આવી હતી.