newsdog Facebook

ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું, છોટા શકીલ ગેંગના શાર્પશૂટરે કર્યું ફાયરીંગ.

VG News 2020-08-19 00:00:00

ભાજપના નેતાઓનાની હત્યા કરવાનુ કાવતરૂ અમદાવાદ એટીએસે નિષ્ફળ બનાવ્યું છે. તેમાંય પૂર્વ ગૃહમંત્રી અને ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાના ઇરાદે આવેલા છોટા શકીલ ગેમના ગેંગના એક શાર્પશૂટરની પોલીસે ધરપકડ કરી છે. ૨૦૦૨માં થયેલા ગોધરા કાંડ નોબદલો લેવા કાવતરું ઘડાયાની શંકા સેવાઇ રહી છે. અમદાવાદ એટીએસની બાતમી મળી હતી કે, ભાજપના નેતાઓની હત્યા કરવાના ઇરાદે છોટા શકીલ ગેંગના શાર્પશૂટર અમદાવાદ શહેરની રીલીફ રોડ વિસ્તારની હોટલ વિનસ મા રોકાયો હતો કર્યો છે. આ બાતમીના આધારે એટીએસની ટીમ મોડી રાતે ત્રાટકી હતી.

શાર્પ શૂટરને પકડવા જતા એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ ઉપર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. એટીએસ એક મહિનાથી વૉચમાં હતું. ટેકનિકલ સર્વેલન્સનાં આરોપીને દબોચી લેવાયો. એવી પણ જાણકારી બહાર આવી હતી કે હાલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે ગોરધન ઝડફિયા પણ આ યાત્રામાં જોડાયા છે ત્યારે આ યાત્રા દરમિયાન હુમલો કરવાની ગણતરી હતી. આ કાવતરાને અંજામ આપે તે પહેલા જ એટીએસ ત્રાટકી. દરમિયાન રાજ્ય ગૃહ વિભાગે ઝડફિયાની સિક્યુરિટી વધારવાના આદેશ આપ્યા છે.