newsdog Facebook

18 વર્ષ જૂનો બદલો કે ઝડફિયાનું વધતું કદ કોઈને નડ્યું, આવી છે રાજકીય કારકીર્દી

GSTV 2020-08-19 00:00:00

ભાજપના નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવાનું કાવતરું ગુજરાત ATSએ નિષ્ફળ બનાવ્યું છે. 2002નો બદલો લેવા કાવતરું ઘડાયાની શંકા સેવાઈ રહી છે. છોટા શકીલ ગેંગના એક શાર્પશૂટરની અટકાયત કરાઈ છે બીજો ફરાર થઈ ગયો છે. શાર્પ શૂટર ને પકડવા જતા ATS ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ ઉપર ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. ATS એક મહિનાથી વૉચમાં હતું. ટેકનિકલ સર્વેલન્સનાં આરોપીને દબોચી લેવાયો. ATSને જ બાતમી મળી હતી. કાવતરાને અંજામ આપે તે પહેલા જ ATS ત્રાટકી છે. ઝડફિયાની સિક્યુરિટી વધારવાના આદેશ અપાયા.

2002માં ગુજરાતમાં કોમી તોફાનો થયા ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન તરીતે ગોરધન ઝડફિયા હતા. અમદાવાદનો સૌથી મોટો હત્યાકાંડ નરોડા પાટીયામાં થયો હતો. ગોરધન ઝડફિયા ત્યારે નરોડાની નજીકના રખિયાલ વિધાનસભા મત વિસ્તારમાં ધારાસભ્ય હતા. આ ઘટના હવે લોકો ભૂલી ગયા છે ત્યારે ફરીથી ગુનેગારોએ એ ઘટના યાદ અપાવી છે. તેથી એવું અનુમાન છે કે, 2002ને ફરીથી કોઈક યાદ કરી રહ્યું છે. 18 વર્ષ પછી ભૂલાયેલી વાતો ફરી કેમ સામે આવી છે તે ઘણી રીતે નોંધપાત્ર બાબાત છે. આ એક કોમી તોફાનો સાથે રાજકારણ પણ જોડાયેલું છે.

કોણ છે ગોરધન ઝડફિયા ?

  • ભાજપના દિગ્ગજ અને ફાયર બ્રાન્ડ નેતા
  • આરએસએસ સાથે વર્ષોથી સંકળાયેલા
  • વિશ્વ હિન્દુ પરિષદથી શરૂ થઇ કારકિર્દી
  • વર્ષ ૧૯૯૫-૯૭ તેમજ ૧૯૯૮-૨૦૦૨ સુધી ધારાસભ્ય રહ્યા
  • ગોધરાકાંડ વખતે ગુજરાતના ગૃહરાજ્યપ્રધાન હતા ઝડફિયા
  • વર્ષ ૨૦૧૨માં કેશુભાઇ પટેલ સાથે મળી ગુજરાત પરિવર્તન પાટીની કરી સ્થાપના
  • વર્ષ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી

ભાજપના પ્રદેશ પ્રમુખ સંઘની ટોપી પહેરીને 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરીને તેઓ હાલ સૌરાષ્ટ્રના અત્યંત મહત્વના પ્રવાસે છે. બરાબર તે જ સમયે સૌરાષ્ટ્ર ભાજપમાં લોકપ્રિય એવા ગોરધન ઝડફિયા પર આ હુમલો થયો છે. તે ગુનાખોરોની દ્રષ્ટિએ અને રાજકીય દ્રશ્ટિએ અત્યંત મહત્વનું છે. ભાજપમાં અત્યારે સૌથી મજબૂત લોબી સૌરાષ્ટ્રની છે. દક્ષિણ ગુજરાતની લોબીનું હવે પ્રભુત્વ વધી રહ્યું છે. ત્યારે જૂની લોબોને તોડીને નવી ધરી રચાઈ શકે છે. ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા ભાજપના ઉપપ્રમુખ છે. તેઓ સી આર પાટીલની નજીકના છે. ગોરધન ઝડફિયા સૌરાષ્ટ્રના છે.

સૌરાષ્ટ્રમાં હાલ વજુ વાળા, આર સી ફળદુ, પરષોત્તમ રૂપાલા, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા, મનસુખ માંડવીયા સૌરાષ્ટ્રના છે. ત્યાં હવી નવી જગ્યા ઊભી થઈ શકે છે.

મહારાષ્ટ્રના વતની સી. આર. પાટીલના આગમનથી કોંગ્રેસમાં હાર્દિક પટેલ મજબૂત થઈ રહ્યાં છે ત્યારે ઝડફિયાને હવે સૌરાષ્ટ્રમાં મજબૂત સ્થાન મળી શકે એવા માહિતી કોઈક તત્વો પાસે હોઈ શકે છે. તેથી આવું કૃત્ય કર્યું હોઈ શકે છે. રાજકીય વ્યક્તિ પર હુમલો થાય ત્યારે તેમાં રાજકીય કારણો વધું હોય છે. આરોપીઓ પકડાયા છે તે પોતે જ કહે છે કે ગોરધન ઝડફિયાને મારવા માટે તેમને સોપારી આપવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતની લોબી મજબૂત કરીને હવે સૌરાષ્ટ્રમાં સાવ નવી લોબીને લાવીને ભાજપને મજબૂત કરવાનું કામ ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાત પાટીલના કારણે મજબૂત બન્યું છે, ત્યારે સૌરાષ્ટ્રને મજબૂત કરવું પડે તેમ છે. કારણ કે અહીં નેતા એટલા ભાજપમાં જૂથ છે. 2017માં વિધાનસભાની બેઠક ઘટી છે. દક્ષિણ ગુજરાતમાં વધી છે. તેથી તેમને લડી શકે એવા મજબૂત નેતાની સૌરાષ્ટ્રમાં જરૂર છે. ગોરધન ઝડફિયા ભાજપના સંગઠનમાં મહામંત્રી રહ્યા છે. જયંતિ કેવટ અને સંજય જોષી સાથે તેમણે કામ કરેલું છે. તેમણે મજપા અને જીપીપી એમ બે પક્ષ સ્થાપવાનો મજબૂત અનુભવ છે. તેઓ સંગઠનને ઊભું કરવામાં માહિર છે. ભલે સરકારમાં હતા ત્યારે નબળો દેખાવ હતો. તેથી તેમને જે રીતે મહત્વ મળી રહ્યું હતું તેથી તેમને ખતમ કરી દેવા માટે કદાચ કોઈકે સોપારી આપી હોઈ શકે છે.

Read Also