newsdog Facebook

SSR Case : સુપ્રીમ કોર્ટેના નિર્ણય પર પરિવારે વ્યક્ત કરી ખુશી, બહેને કહ્યું જીત તરફ પહેલું પગલું

Gujarati News 18 2020-08-19 00:00:00
સુશાંત સિંહની બહેન
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Case)માં આજે સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ પોતાનો મહત્વનો નિર્ણય સંભાળ્યો છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી હવે સ્પષ્ટ થયું છે કે સીબીઆઇ (CBI Investigation) આ કેસની તપાસ કરશે. સુશાંત સિંહના તપાસમાં હવે મુંબઇ નહીં પણ સીબીઆઇ કરશે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસના તેમને સોંપી છે. સુપ્રીમ કોર્ટેના આ નિર્ણય પછી મહારાષ્ટ્ર સરકાર, મુંબઇ પોલીસ અને રિયા ચક્રવર્તીને મોટો ઝટકો લાગ્યો છે. જો કે બીજી તરફ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી સુશાંતનો પરિવાર ખૂબ જ ખુશ છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ નિર્ણય પર ટ્વિટ પર ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી છે.

પરિવારના એકમાત્ર પુત્ર અને લાડલા ભાઇ સુશાંત સિંહ રાજપૂતે ન્યાય અપાવવા માટે આ પરિવાર સતત સંધર્ષ કરી રહ્યો હતો. આજે 19 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટએ આ પર નિર્ણય આપતા પરિવારે ખુશી વ્યક્ત કરી છે. સુશાંતની બહેન શ્વેતા સિંહ ટ્વિટર પર પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે છેવટે!!SSR માટે CBI #CBItakesover

There we go!! Finally!! CBI for SSR!! #CBITakesOver

— shweta singh kirti (@shwetasinghkirt) August 19, 2020
તેણે બીજા ટ્વિટમાં ભગવાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે આભાર ઇશ્વર. તમે અમારી પ્રાર્થના સાંભળી. પણ આ તો ખાલી શરૂઆત છે. સચ્ચાઇ તરફ પહેલું પગલું. CBI પર પૂરો વિશ્વાસ છે. #Victoryoffaith #GlobalPrayersForSSR #Wearefamily #CBITakesOver

Thank you God! You have answered our prayers!! But it is just the beginning... the first step towards the truth! Full faith on CBI!! #Victoryoffaith #GlobalPrayersForSSR #Wearefamily #CBITakesOver

— shweta singh kirti (@shwetasinghkirt) August 19, 2020


ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહના નિધનને બે મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. અને સુશાંતના પરિવારે સીબીઆઇ તપાસની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટ પોતાના આ નિર્ણયમાં બિહારમાં દાખલ એફઆઇઆરને યોગ્ય ઠેરવી છે. અને આ સિવાય મુંબઇ પોલીસને તપાસમાં સહાય આપવાના આદેશ આપ્યા છે.