newsdog Facebook

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યાનું કાવતરું નિષ્ફળ, શાર્પ શુટરે ટીમ પર ફાયરીંગ કર્યું

VG News 2020-08-19 00:00:00

ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ભાજપ નેતા ગોરધન ઝડફિયાનું અમદાવાદમા હત્યા કરવાનાં ષડયંત્રને એટીએસની ટીમે નિષ્ફળ બનાવ્યું છે. જેમાં સમગ્ર ઘટનાની વિગત મુજબ એટીએસની ટીમ અને ક્રાઈમ બ્રાંચને મળેલી વિગતો મુજબ અમદાવાદની રીલીફ રોડ પર આવેલી વિનસ હોટલમા એક શાર્પશુટર રાજકીય નેતાની હત્યા માટે રોકાયો હતો.

જેની બાદ બંને એજન્સીએ સંયુક્ત રીતે હોટલમા છાપો માર્યો હતો જેમાં શાર્પ શુટરે પોલીસની ટીમ પર ફાયરીંગ કર્યું હતું.જો કે પોલીસે તેની અટકાયત કરતા સમગ્ર વિગત સામે આવી હતી. જેમાં તે ભાજપ નેતા ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી.

ભાજપ નેતા ગોરધન ઝડફિયા હાલ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. જેના પગલે આ ઘટન બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમની સીકયુરીટી વધારવાના આદેશ આપ્યા છે.