newsdog Facebook

પાકિસ્તાનનું આવું અપમાન ક્યારેય નથી થયું, કેમ નારાજ છે સઉદી પ્રિન્સ સલમાન?

Gujarati News 18 2020-08-19 00:00:00
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાને અને સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan)ને આંચકા ઉપર આંચકા સહન કરવા પડી રહ્યા છે. મોટી આશા રાખીને પાકિસ્તાનના આર્મી ચીફ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa) સઉદી અરબ (Saudi Arabia) ગયા હતા પરંતુ નારાજ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (Mohammad Bin Salman)એ તેમને મળવાનો પણ ઇન્કાર કરી દીધો. તેઓ અર્થ એ છે કે હંમેશા પાકિસ્તાનને મુશ્કેલીમાંથી ઉગારનારો તેમનો સૌથી મોટો દોસ્ત સઉદી અરબ દેશ પણ હવે તેની સાથે નથી રહ્યો. તેના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ જશે.

પાકિસ્તાન આ જ સઉદી પ્રિન્સનું પ્લેન બહારના દેશોના પ્રવાસ કરવા માટે માંગતું રહેતું હતું. જ્યારે પાકિસ્તાનની તિજોરી ખાલી થતી હતી તો તાત્કાલિક સઉદી અરબની આગળ હાથ ફેલાવતું હતું અને મદદ મળી જતી હતી. સઉદી અરબના પ્રિન્સે લગભગ બે વર્ષ પહેલા એક સાથે પકિસ્તાન અને ભારતનો પ્રવાસ કર્યો હતો, ત્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને જાતે ડ્રાઇવર બનીને તેમને પાછળ બેસાડ્યા હતા. હવે તેમનો આવો હાલ થઈ ગયો છે.

હાલમાં પાકિસ્તાનના તમામ પ્રયાસો ઉલટા પડી રહ્યા છે. ચીનથી તેમની નિકટતા તેમને જ ભારે પડી રહી છે. બીજી તરફ, ચીન તેમનો ઉપયોગ કરીને માત્ર પોતાનો સ્વાર્થ સાધી રહ્યું છે. વિશેષમાં પાકિસ્તાનના આર્થિક સંકટનો લાભ લઈ ચીન દેવાની જાળમાં ફસાવી રહ્યું છે. પાકિસ્તાનની હરકતોએ જ તેમને ડૂબાડી દીધા

થોડા દિવસો પહેલા પાકિસ્તાનની હરકતોને કારણે સઉદી અરબથી પાકિસ્તાનના સંબંધો ખરાબ થવાના શરૂ થઈ ગયા હતા. ત્યારે પાકિસ્તાને એવી પ્રતિક્રિયા પણ આપી હતી કે જેના કારણે સઉદી અરબની નારાજગી અનેકગણી વધી ગઈ. જ્યારે સઉદી અરબે પાકિસ્તાનને મોટો આંચકો આપ્યો તો પાકિસ્તાની આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા રિયાદ પહોંચ્યા. તેમને બગડેલી બાજી સંભાળી દેવાની આશા હતી.

આ પણ વાંચો, SBI ગ્રાહકો માટે અલર્ટ! બેન્કે બદલી દીધા નાણા જમા કરાવવા-ઉપાડવાના 4 મોટા નિયમ

નારાજ પ્રિન્સે મળવાનો સમય જ ન આપ્યો

બાજવાએ ત્યાં જઈને ઘણા પ્રયાસ કર્યા કે રિયાદમાં કોઈક રીતે પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત થાય. પરંતુ નારાજ પ્રિન્સે મળવાનો સમય જ આપ્યો નહીં. હવે તેઓ ખાલી હાથે ઇસ્લામાબાદ પરત ફરી ચૂક્યા છે. જેના કારણે ઈમરાન ખાન સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરૈશીનું નિવદેન પણ ભારે પડ્યું

કાશ્મીર મુદ્દે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમદૂ કુરૈશીના નિવેદનથી સઉદી અરબ ખૂબ નારાજ થયું છે. કુરૈશીએ કહ્યું હતું કે, જો કાશ્મીર પર સઉદ અરબ સાથ નહીં આપે તો પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને બીજા મુસ્લિમ દેશોની બેઠક બોલાવવી જોઈએ. પાકિસ્તાનને લાગ્યું હતું કે, આ નિવેદને સઉદી અરબ હળવાશથી લેશે પરંતુ જ્યારે તેમણે આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરતાં પાકિસ્તાનની મદદ કરવાથી પીછેહટ કરતાં ઈમરાન ખાન સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ.

આ પણ વાંચો, CBI જ કરશે સુશાંત સિંહ કેસની તપાસ, સુપ્રીમ કોર્ટે આપ્યા આદેશ

અમેરિકાની પડદા પાછળની ભૂમિકા

અમેરિકા અને સઉદી અરબ વચ્ચેના ગાઢ સંબંધોને આ મામલે ગણતરીમાં લઈ શકાય. જેથી પડદા પાછળ અમેરિકા પણ હશે, જે કોઈ પણ સ્થિતિમાં ચીન-ઈરાન-પાકિસ્તાનની યુતિ બનવા નથી દેવા માંગતું. જોકે સીધી વાત એ છે કે ચીન હાલમાં પાકિસ્તાન એન ઈરાન બંનેની ખરાબ સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યું છે.

સઉદી અરબ ક્યારેય આવું નહીં ઈચ્છે

પાકિસ્તાની વિદેશ મંત્રીએ જે રીતે મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઈસીના બહાને સઉદી અરબને નિશાન બનાવ્યું, તેને અવગણવું સઉદી અધિકારીઓ માટે સરળ નહોતું. સઉદી અરબ એ વાત ક્યારેય પસંદ નહીં કરે કે કોઈ ઓઆઈસીમાં તેના નેતૃત્વને નબળું કરવાનો પ્રયાસ કરે.