newsdog Facebook

હવે ગુજરાતમાં ભૂમાફીયાઓને 14 વર્ષ સુધીની જેલ સજા: જંત્રી દર સમાન દંડ

Sanjsamachar 2020-08-19 12:13:00

રાજકોટ: ગુજરાતમાં ભ્રષ્ટાચારનું પર્યાય બની ગયેલી બિનખેતી સીસ્ટમમાં પારદર્શકતા લાવવા માટે સમગ્ર પ્રક્રિયા સરળ અને ઓનલાઈન લાંબી પારદર્શકતા બનાવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ એક મહત્વના નિર્ણયમાં રાજમાં ભૂમાફીયાઓ પર કાનુની ખૌફ વધારવા તૈયારી કરી છે અને હવે રાજયમાં જમીન-કૌભાંડ-સરકારી ખાનગી જમીન પચાવી પાડવા વિરુદ્ધના કાનૂનમાં સુધારા કરતો ધ ગુજરાત લેન્ડ ગ્રેસીંગ (પ્રોહીબીશન) બિલ 2020 રજુ કરવા નિર્ણય લીધો છે.

જેમાં અદાલતમાં દોષીત કરતા ભૂમાફીયાઓને થતી સજામાં હાલ જે 10 વર્ષની જોગવાઈ છે તે તેમાં વધુમાં વધુ 14 વર્ષ પરંતુ 10 વર્ષથી ઓછી નહી તેવી ખાસ જોગવાઈ કરવાની તૈયારી કરી છે.

ઉપરાંત જે તે જમીનની જંત્રી કિંમત સમાન દંડની પણ જોગવાઈ છે. જો આ પ્રકારના જમીન કૌભાંડમાં કોઈ કંપની કે પેઢી સંડોવાયેલી હોય તો તેની સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આ પ્રકારની સજાનો સામનો કરવાનો રહેશે. આ માટે પેઢી કે કંપનીના સંચાલન માટે જે જવાબદાર હોય તેને દોષીત ગણી શકાશે. વાસ્તવમાં વિધાનસભાના છેલ્લા સત્ર સમયે જ આ ખરડો તૈયાર હતો. પરંતુ કોરોનાના કારણે સત્ર ટુંકાવવાની ફરજ પડતા તે વિધાનસભા ગૃહમાં રજુ થઈ શકયો નહી.

સરકારે આ પ્રકારના અપરાધ માટે કામ ચલાવવા ખાસ કોર્ટની જોગવાઈ કરવા અને કેસ ઝડપથી ચલાવવા ખાસ સરકારી ધારાશાસ્ત્રીની નિયુક્તિ કરવાનો નિર્ણય લીધો છે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ મહેસુલ વિભાગ દ્વારા રાજયએ જે રીતે જમીન કૌભાંડ વધતા જાય છે. તે બાદ મુખ્યમંત્રીએ આ જોગવાઈ કરવાની સૂચના આપી હતી.

સરકારી અને ખાનગી જમીન પર ગેરકાનુની રીતે બનાવટી દસ્તાવેજો ઉભા કરીને કે પછી માફીયાગીરીથી કબ્જો કરીને કરોહપતિ થનારાઓની સંખ્યા વધતી જાય છે અને તેને રાજકીય- પોલીસ તંત્રની મદદ પણ મળી રહી છે તે રોજીંદી ઘટનાઓ બની છે. રાજયમાં સરકારે ગેરકાનુની બનાવટી દસ્તાવેજો કે આધાર-પુરાવાથી જમીન મિલ્કત કબ્જે કરવાના બનાવશે સામે રેવન્યુ રેકોર્ડ અપડેટ કરી ઓનલાઈન કરવા અને અનેક પ્રકારની જોગવાઈની જમીન-કૌભાંડ અટકાવવાના પ્રયાસો કર્યા જ છે.