newsdog Facebook

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘમહેર યથાવત : 0.50 થી 4 ઇંચ વરસાદ

Sanjsamachar 2020-08-19 12:07:00

રાજકોટ તા.19: ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે પણ મેઘસવારી યથાવત રહેવા પામી હતી.સ ખાસ કરીને કચ્છમાં 0.5 થી માંડી 4 ઇંચ સુધીનો વરસાદ પડયો હતો.

આ અંગેની પ્રાપ્ત વધુ વિગતો અનુસારકચ્છનાં અંજારમાં 4 ઇંચ, ભુજમાં 3.50 ઇંચ, ભચાઉમાં 2 ઇંચ, નખત્રાણામાં 1.50 ઇંચ અને ગાંધીધામ ખાતે 0.50 ઇંચ વરસાદ પડવા પામ્યો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મોરબી ખાતે 3.50 ઇંચ, સુરેન્દ્રનગરનાં દસાડામાં પણ 3.50 ઇંચ તેમજ રાજકોટ શહેરમાં 2 ઇંચ, રાજકોટના લોધીકા ખાતે 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

જયારે જુનાગઢનાં વિસાવદર ખાતે 1.50 ઇંચ, સુરેન્દ્રનગરનાં ચોટીલામાં 1.50 ઇંચ, રાજકોટ જિલ્લાનાં કોટડા સાંગાણીમાં 1.50 ઇંચ, મોરબીના માળીયા ખાતે 1.25 ઇંચ અને જુનાગઢ જિલ્લાનાં માળીયા-મેંદરડા ખાતે એક એક ઇંચ વરસાદ પડી જવા પામ્યો હતો.

આ ઉપરાંત જામનગર શહેર અને કાલાવડમાં પણ એક એક ઇંચ, જુનાગઢ શહેરમાં એક ઇંચ, મોરબીનાં વાંકાનેર ખાતે એક ઇંચ, જામનગરનાં ધ્રોલ અને જોડીયામાં પોણો ઇંચ, જુનાગઢનાં માંગરોળમાં 0.50 ઇંચ, ભાવનગરનાં તળાજામાં પણ 0.50 ઇંચ વરસાદ પડી ચુકયો છે.