newsdog Facebook

સ્ટાર પ્લસ પર આવનારા સ્ટાર પરિવાર ગણેશોત્સવ 2020નું એન્કરીંગ સોનુ સૂદ કરશે

Sanjsamachar 2020-08-19 12:09:00

રાજકોટ
કોવિડને કારણે મહારાષ્ટ્રનો સૌથી મહત્વનો એવો સાર્વજનિક ગણેશોત્સવ આ વર્ષે સેલીબ્રેટ નથી થવાનો ત્યારે સ્ટાર પ્લસ સ્ટાર ગ્રુપની તમામ ચેનલના આર્ટીસ્ટ સાથે ‘સ્ટાર પરિવાર ગણેશોત્સવ’ કરી રહી છે, જે રવિવારે રિલીઝ થશે.

‘સ્ટાર પરિવાર ગણેશોત્સવ’માં દિવ્યંકા ત્રિપાઠી પહેલીવાર મહારાષ્ટ્રીયન બનીને લાવણી રજુ કરશે. દિવ્યંકાએ કહ્યું કે ‘લાગણીની સાથે જો કોઈ ઈન્ટરેસ્ટીંગ વાત હોય તો એ છે કે લાવણી પછી હું સોનુ સુદ સાથે ઈન્ટરએકટ કરીશ અને એમાં હું તેને અમુક એવા પ્રશ્નો પૂછીશ જે તેણે કોવિડ દરમ્યાન કરેલી એકટીવીટી સાથે જોડાયેલા છે.’

દિવ્યંકા પહેલી વખત લાવણી કરશે. લાવણી માટે દિવ્યંકાએ કહ્યું કે ‘લાવણી માટે પુષ્કળ એનર્જીની જરૂર છે. મેં અનેક આર્ટીસ્ટને લાવણી કરતા જોયા છે, પણ એ બધામાં મને સૌથી વધારે જો કોઈની લાવણી ગમી હોય તો એ છે વિદ્યાથી બાલનની લાવણી.’