newsdog Facebook

કોરોનાથી 41 લાખ યુવાનો બેરોજગાર બન્યા

Sanjsamachar 2020-08-19 12:06:00

નવી દિલ્હી તા.19
કોરોના મહામારીએ માણસને અનેક રીતે ફટકા માર્યા છે. કોરોના અને તેના પગલે આવેલા લોકડાઉનના કારણે દેશના 41 લાખ યુવાનોએ પોતાની નોકરી ગુમાવવી પડી છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (આઈએલઓ) અને એશિયાઈ વિકાસ બેન્કના સંયુક્ત રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે.

‘એશિયા અને પ્રશાંત ક્ષેત્રમાં કોવિડ 19 યુવા રોજગાર સંકટ સામે સામનો કરવો’ અંતર્ગત રિપોર્ટમાં જણાવાયું હતું કે સાત મુખ્ય ક્ષેત્રોમાંથી નિર્માણ અને કૃષિક્ષેત્રમાં સૌથી વધુ લોકોએ રોજગાર ગુમાવ્યા છે.

રિપોર્ટ અનુસાર, આર્થિક અને સામાજીક ખર્ચના હિસાબે જોખમ લાંબા ગાળાનું અને વ્યાપક છે. આ અનુમાન જુદા જુદા દેશમાં ઉપલબ્ધ બેરોજગારીના આંકડાના આધારે લગાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે મહામારી દરમિયાન કંપની સ્તર પર બે તૃતીયાંશ પ્રશિક્ષણ પર અસર પડી છે, જયારે ત્રણ ચતુર્થાંશ ઈન્ટર્નશીપવાળા બાધિત થયા છે.

રિપોર્ટની લેખિકા અને આઈએલઓ ક્ષેત્રીય આર્થિક તેમજ સામાજીક વિશ્ર્લેષણ એકમ પ્રમુખ સારા એલ્ડરે જણાવ્યું હતું કે આ તરફ પૂરતું ધ્યાન ન અપાયું તો એક લોકડાઉન પેઢીનું સર્જન થવાનો ખતરો છે જેવું નુકશાન અનેક વર્ષો સુધી ભોગવવું પડી શકે છે.

ગરીબીમાં જીવે છે 75 ટકા યુવા કર્મચારીઓ
વર્ષ 2019માં ક્ષેત્રીય યુવા બેરોજગારી દર 13.8 ટકા હતો. વયસ્કો (25 વર્ષ કે તેથી વધુ વય)માં આ 3 ટકા હતો. 15 કરોડથી વધુ યુવા (વસ્તીના 24 ટકા) ન તો કોઈ પ્રકારના રોજગારમાં હતા અને ન તો શિક્ષણ કે તાલીમમાં. રિપોર્ટ અનુસાર ક્ષેત્રમાં દર પાંચ યુવા કામદારોમાં ચાર અસંગઠીત ક્ષેત્રમાં છે અને ચાર યુવા કર્મચારીઓમાં એક ગરીબીમાં રહેવા માટે મજબૂર છે.