newsdog Facebook

કોરોનાની રસી: આવે તો શું ને ન આવે તો શું

Sanjsamachar 2020-08-19 12:14:00

નવી દિલ્હી તા.19
વિશ્વના શહેરોમાં કોવિડ 19ના કેસો રોજબરોજ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કેટલાક ભાગોમાં કોરોના વાયરસના સંભવિત બીજા અને ત્રીજા દોરના અહેવાલો છે. ધાર્યુ હતું તે કરતાં રસી માટે વાટ લાંબી થતી જાય છે ત્યારે એ પણ સ્પષ્ટ થતું જાય છે કે વાયરસ સામે એ પણ શ્રેષ્ઠ પ્રતિરોધક ઉપાય નહીં બને.

યુકેના તાજેતરના એક અભ્યાસમાં જણાવાયું છે કે એ શ્રેષ્ઠ પ્રયાસો છતાં 6માંથી એક વ્યક્તિ વેકસીનનો ઈન્કાર કરી શકે છે. આ સંજોગોમાં રસીનો હેતુ માર્યો જશે.

સવાલ એ છે કે રસી લોકોને બચાવવામાં નિષ્ફળ રહે તો શું થાય? અથવા મહામારી સામે લડવા સારી રસી આવે જ નહીં તો?

હાલમાં કોરોનાની રસી બનાવવા 110થી વધુ જુથો મેદાને છે. એમાંના ઘણાં (ભારતીય રસી સહીત) ટેસ્ટીંગના પ્રારંભીક તબકકામાં છે, માત્ર ચાર ટેસ્ટીંગના ત્રીજા તબકકામાં પહોંચ્યા છે. જે ઝડપથી બનાવાઈ રહી છે એ જોતાં આવી રસી આવે તો પણ એ રામબાણ પુરવાર નહીં થાય.

ઘણી ક્ષતિઓ અને સંજોગો વેકસીનનો ઉપયોગ બિનસલામત બનાવી શકે છે. વેકસીન આવે તો પણ સામુહિક રસીકરણથી કેટલાક લક્ષણો અને તીવ્રતા અટકવાની અથવા મર્યાદીત રક્ષણની શકયતા છે. રસી બીમારીને જડમૂળથી ઉખેડી શકે તેવી કોઈ ખાતરી નથી. સૈદ્ધાંતિક રીતે રસી સરળ લાગે પણ વ્યવહારમાં અને ઉપયોગમાં એ સંકુલ છે. પુરી સંભાવના એ છે કે રસી 100% અસરકારક નહીં હોય.

અત્યારે કોરોનાના વ્યાપના અભ્યાસ મુજબ જુદા જુદા શહેરોમાં તે અલગ સમયે પીક પર જઈ રહ્યો છે. કોવિડ 19 કદાચ કયારે જો નહીં, પણ શકયતા એવી છે કે મહામારી વધુ સ્થાનિક બને અને ભવિષ્યમાં એ રોગચાળો બને. આથી ફરીથી ચેપ ન લાગે તે વાતને અગ્રતા આપવી જોઈએ.

રસી વાસ્તવિકતા બને ત્યાં સુધી વિશ્વએ ફરીથી ચેપ ન લાગે તે માટે કામ કરવું જોઈએ. જેમને જોખમ છે તેમને અલગ તારવવા, કોન્ટેકટ ટ્રેસીંગ, દો ગજની દૂરી જાળવવી અને કવોરન્ટાઈન નિયમના કડક અમલ તથા અવારનવાર ચેપ ફલાતો અટકાવવામાં મદદરૂપ બની શકે. વિજ્ઞાનીઓ કહે છે કે જે દેશોમાં કોરોના વાયરસનો રેટ નીચો છે અને જેમણે ઉપરોક્ત પગલા ભર્યા છે તે કોરોનાનો ફેલાવો અટકાવવામાં સફળ રહ્યા છે.

કોવિડ 19ના તીવ્ર સ્વરૂપો સાથે સંકળાયેલા કોમ્પ્લીકેશન્સ હળવા કરવા અને સારવાર કરવા એન્ટી વાયરસ દવા પણ રસી કરતાં વધુ અસરકારક બની શકે તેવું કેટલાક નિષ્ણાંતોનું માનવું છે. આવી દવા બનાવવી સહેલી છે અને કદાચ વધુ અસરકારક નીવડશે. સારવાર માટેની દવા વૃદ્ધો અથવા તબીબી દ્દષ્ટિએ વેકસીન આપી ન શકાય તેવા લોકોને મદદરૂપ બની શકે.