newsdog Facebook

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી: ટ્રમ્પ સામે જો બાઈડન ટકરાશે: ડેમોક્રેટીક પાર્ટીએ કર્યું એલાન

Sanjsamachar 2020-08-19 12:03:00

ન્યુયોર્ક તા.19
અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીએ જો બાઈડનના નામની ઔપચારીક જાહેરાત કરી છે. બાઈડને ભારતીય મૂળની કમલા હેરિસને પોતાની રનીંગ મેટ બનાવી છે. બાઈડનનો મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થશે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ ડેમોક્રેટીક પાર્ટીએ મંગળવારે રાત્રે વર્ચ્યુઅલ મિટીંગ દરમિયાન જો બાઈડનના નામની જાહેરાત કરી હતી. આ તકે જો બાઈડને જણાવ્યું હતું કે ડેમોક્રેટીક પાર્ટી તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદ માટે મારા નામાંકનનો સ્વીકાર કરવો મારા જીવન માટે સન્માનની વાત છે.