newsdog Facebook

મોજ કરો: આવતા મહિનાથી કેટલીક શરતો સાથે સીનેમા હોલ ખોલવા મંજુરી

Sanjsamachar 2020-08-19 11:58:00

નવી દિલ્હી તા.19
કેન્દ્ર સરકાર આગામી મહિનાથી કેટલાક કડક દો ગજની દૂરીના નિયમો સામે સિનેમા હોલને ફરી ખોલવા મંજુરી આવે તેવી શકયતા છે. ઓગષ્ટમાં અંતમાં જારી થનારી નવી માર્ગદર્શિકામાં કેન્દ્ર સિનેમા હોલ પરના નિયંત્રણો હળવા કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બુકીંગના બે સેટ વચ્ચે ત્રણ સીટો ખાલી રહેશે. મતલબ કે પરિવાર સાથે બેસી શકશે, પણ અન્ય પરિવારથી ત્રણ સીટ દૂર હશે. સિનેમા હોલ એક તૃતીયાંસ ક્ષમતા સાથે કામ કરી શકશે અને મહતમ ક્ષમતા મર્યાદા મુકવામાં આવશે.

સિનેમા હોલ ફરી ખોલવા મંજુરી આપવાના અન્ય નિયમોમાં એર ટેમ્પરેચર 24 ડીગ્રી અથવા એથી વધુ રાખવાની શરત હશે. દર્શકો માટે ટુ પ્લાય માસ્ક ફરજીયાત હશે અને મધ્યાંતરમાં સેનીટાઈઝેશન વિષે જાગૃતિ ફેલાવતો સંદેશ પ્રસારીત થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ કોવિડ મેનેજમેન્ટ પરના પ્રધાનોના જૂથ સામે સંકળાયેલા સચિવોએ સિનેમા હોલ ઓપન કરવા લીલીઝંડી આપી છે. સ્ટેન્ડએલોન સિનેમા હોલ ફરી ખોલવાની છૂટ આપવા મામલે સ્પષ્ટતા છે; પણ મોલમાં મલ્ટી સ્ક્રીન સીનેમા માટેના નિયમો ઘડાઈ રહ્યા છે.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તબકકાવાર અનલોકીંગ કરાયાના બે મહિનાનો અનુભવ દર્શાવે છે કે શોપીંગ મોલ અને એવાં જાહેર સ્થળો ખોલવામાં આવ્યા છતાં લોકો ઉમટી પડતા નથી.