newsdog Facebook

પાટણના ગીતાબેને આ રીતે પશુપાલન કરીને 5 ગણો નફો મેળવ્યો- વધુ માહિતી માટે અહીં કલીક કરો

Khedut Club 2020-08-19 12:01:54
Share post

આજકાલ તો દુધાળા પશુ માત્ર ગામડાઓમાં જોવાં મળતાં હોય છે. કારણકે ગામડામાં રહેતાં લોકો જ પશુપાલનનાં ઉદ્યોગની સાથે મોટા પ્રમાણમાં જોડાયેલાં હોય છે, ત્યારે પશુપાલન કરતાં વ્યક્તિઓની માટે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. ગ્રામીણ રોજગારી તથા પૂરક આવક મેળવવાં માટે ખેતીની સાથે-સાથે પશુપાલન તથા ડેરી ઉદ્યોગ પણ મહત્વનું યોગદાન આપે છે.

Promoted Content 6 Ridiculous Health Myths That Are Actually Truebrainberriesbrainberries Why Do So Many Digital Assistants Have Feminine Names & Voices?brainberriesbrainberries These TV Characters Left The Show And It Just Got Betterbrainberriesbrainberries Top 9 Scariest Haunted Castles In Europebrainberriesbrainberries

ખેડૂતની આવક બે ગણી થાય એવાં લક્ષ્યની સાથે રાજ્ય સરકાર દ્વારા કૃષિની સાથે-સાથે પશુપાલનની માટે પણ ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જિલ્લાનાં ટકાવ કૃષિ વિકાસની માટે તમામ કૃષિ સંબંધિત સંસ્થાની સાથે રહીને ખેડૂતોનાં સર્વાંગી વિકાસને માટે કાર્યરત ‘એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી’ એ પાટણનાં ડેર ગામનાં વતની ગીતાબેન પટેલની માટે આશાનું એક નવું જ કિરણ જગાવ્યું છે.

ખેતીની સાથે-સાથે પશુપાલન દ્વારા ગીતાબેન વર્ષે કુલ 3,00,000 રૂપિયાની ચોખ્ખી આવક પણ મેળવે છે. પશુપાલનને મોટાભાગે ગામડાઓમાં ખેતીનો પૂરક વ્યવસાય રહેલો છે. નાના તથા સીમાંત ખેડૂતોની માટે આજીવિકા વધારવાનાં મુખ્ય સ્ત્રોત તરીકે પશુપાલન જ એક માત્ર ઉત્તમ વિકલ્પ રહેલો છે, ત્યારે કુલ 2 વર્ષ પહેલાં ‘આત્મા પ્રોજેક્ટ’ ની સાથે જોડાયેલ ગીતાબેન પટેલે ખેતીની સાથે વધારાની કુલ 3,00,000 રૂપિયાની આવક પણ મેળવી છે.

આંગણે ફક્ત 1 જ ગાયનાં પાલનથી શરૂઆત કરનાર ગીતાબેને ફક્ત 14 મહિના જેટલા ટૂંકા સમયમાં જ અન્ય પશુઓ ખરીદીને હાલમાં કુલ 23 પશુઓ દ્વારા કુલ 21,500 થી પણ વધુ દૂધનું ઉત્પાદન મેળવી રહ્યા છે. પોતાનાં પશુપાલનનાં વ્યવસાય અંગે વાત કરતાં ગીતાબેન જણાવતાં કહે છે, કે નવી નવી કૃષિ ટેકનોલોજી દ્વારા ખેતીમાં વધારે ઉત્પાદન મેળવવાં માટે કુલ 2 વર્ષ પહેલા હું ‘આત્મા પ્રોજેક્ટ’ ની સાથે જોડાઈ હતી.

જ્યાં પ્રવાસ તથા ક્ષેત્રીય મુલાકાત વખતે ખેતીની સાથે સાથે પશુપાલન કરતાં ખેડૂતો ના અનુભવને સાંભળ્યા પછી ‘આત્મા પ્રોજેક્ટ’ મારફતે પશુપાલન અંગેની જાણકારી માર્ગદર્શન તેમજ તાલીમ મેળવ્યા પછી ગીર ઓલાદની ગાય અને ઉછેરીને ત્યારપછી તબક્કાવાર વધુ ગાયો તથા ભેંસોને ખરીદીને ખેતીની સાથે-સાથે દૂધ ઉત્પાદન દ્વારા પણ વધારાની આવક મેળવી છે.

હાલમાં ગીર ઓલાદની કુલ 1 ગાય, કુલ 6 HF ગાય તેમજ મહેસાણી ઓલાદની કુલ 9 ભેંસોનાં ઉછેર થકી વાર્ષિક કુલ 21,500 લીટર થી પણ વધુ દૂધનું ઉત્પાદન મેળવતાં ગીતાબેનનાં તબેલામાં કુલ 6 વાછરડા તેમજ કુલ 2 પાડીની સાથે કુલ 24 પશુઓ રહેલાં છે. વર્ષ 2018-19 વખતે પશુપાલનની પાછળ કુલ 1,20,000 રૂપિયાનાં ખર્ચની સામે કુલ 4,20,000 રૂપિયાની આવક પણ મેળવી છે.

ખેતીની સાથે-સાથે પશુપાલન કરીને ગીતાબેને કુલ 3,00,000 રૂપિયાનો ચોખ્ખો નફો મેળવ્યો છે. ‘આત્મા પ્રોજેક્ટ’ માં તાલીમ મળ્યા પછી ગીતાબેને પશુની માટે કેટલ શેડ પણ ઉભો કર્યો છે. ઘાસનાં ઝીણા ટુકડા, મિનરલ મિક્સર ખાણદાણ સહિત વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલ પશુ ખોરાક દ્વારા ગીતાબેને ખૂબ જ ટૂંકા સમયમાં વધુ પ્રમાણમાં દૂધનું ઉત્પાદન પણ મેળવ્યું છે.

ગામની સ્ત્રીઓ દ્વારા ચલાવવામાં આવતી મહિલા મંડળીમાંથી મદદ મેળવીને ચાફ કટર પણ વસાવી લીધું છે. પશુ પાલનની આડ પેદાશ એવાં છાણિયા ખાતરનો પણ પોતાનાં ખેતરમાં નાંખવાં માટે ઉપયોગ કરી રહ્યા છે. આની ઉપરાંત તબેલામાં જ કમ્પોસ્ટ પીટ બનાવીને વર્મિકમ્પોસ્ટ તૈયાર કરીને ખેતીમાં એનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

જેનાં થકી કૃષિ પાકની પાછળ થતાં ખાતરનાં ખર્ચનો બચાવ પણ કર્યો છે. કૃષિ તથા પશુપાલન ક્ષેત્રીય વિકાસમાં યોગદાન આપવાં બદલ ગીતાબેન પટેલને ‘આત્મા’ દ્વારા વર્ષ 2017-18 માં તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ આત્મા ફાર્મસ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. કુલ 10,000 રૂપિયાનાં પુરસ્કાર તથા સીલ્ડ આપીને પોતાની આગવી કોઠાસૂઝ તેમજ વૈજ્ઞાનિક અભિગમ દ્વારા પશુ પાલનનાં ક્ષેત્રમાં આગવી સિદ્ધિ હાંસલ કરવાં બદલ રાજ્ય સરકારે ગીતાબેનની સિદ્ધિને નવાજી પણ છે. પશુપાલન ક્ષેત્રનાં આ સફળ અનુભવને આગળ વધારીને વધારે દૂધનું ઉત્પાદન મેળવવાં માટે ગીર ઓલાદની વધુ કુલ 20 જેટલી ગાયો ખરીદવાનું ગીતાબેને આયોજન પણ કરેલું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

Continue Reading

Previous તા.18 થી 21 ઓગસ્ટ સુધી ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી- જાણો તમારે ત્યાં કેવો પડશે વરસાદ?