newsdog Facebook

BIG NEWS: ATS અને ક્રાઈમબ્રાન્ચ ટીમ પર શાર્પશૂટરોએ કર્યો હુમલો,

GSTV 2020-08-19 11:59:04

અમદાવાદ શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ATS અને પોલીસની ક્રાઈમબ્રાંન્ચ ટીમ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટના શહેરના રિલીફ રોડ પર સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે પોલીસની ટીમ પર અંધાધૂંધ ફાયરીંગ કરવામાં આવ્યું છે.

સમગ્ર ઘટના શહેરના રિલીફ રોડ પર સર્જાઈ

મળતી માહિતી મુજબ રિલીફ રોડ પાર આવેલી વિનસ હોટલમાં શાર્પ શૂટર આવ્યા હતા. કોઈ મોટા રાજકીય નેતા તેમના નિશાને હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસના સૂત્રો પાસેથી વધુમાં જાણવા મળી રહ્યું છે કે પોલીસે શાર્પ શૂટરોની 2 પિસ્તોલ કબ્જે કરી છે. સાથે જ એક આરોપીની ધરપકડ કરી છે.

રીલીફ રોડ પર ગઈકાલે મોડી રાતે છોટા શકીલના સાગરિતોએ સાહેબ શું કરો કોઇ પોલિટિકલ લીડરની હત્યા કરવાની માહિતીને આધારે ATSના વડા હિમાંશુ શુક્લા પર બે શખ્સોએ પોલીસને જોઇને પોલીસ પર ફાયરિંગ કર્યું હતું જેમાં પોલીસે એક આરોપીને ઝડપી લીધો હતો જ્યારે બીજો આરોપી ભાગી ગયો હતો.

પોલીસે ધરપકડ કરેલા આરોપીની તપાસ કરતા તે મુંબઈનો હોવાનું અને છોટા શકીલનો સાગરિત હોવાનું બહાર આવ્યું હતું આ અંગે વધુ તપાસ કરી રહી છે.

READ ALSO