newsdog Facebook

રિલાયન્સનો વધુ એક સોદો: 620 કરોડમાં ઈ-ફાર્મસી કંપની નેટમેડસ ખરીદી લીધી

Sanjsamachar 2020-08-19 11:56:00

મુંબઈ તા.19
રિલાયન્સ રિટેલએ આખરે ઈ-ફાર્મસી કંપની નેટમેડસ ખરીદી લીધી છે. આ ડીલ 620 કરોડ રૂપિયામાં થઈ છે. રિલાયન્સે વિટેલીકમાં કુલ 60% હિસ્સો ખરીદ્યો છે. એ ઉપરાંત તેની સહાયક કંપનીઓ ત્રિલાસ હેલ્થ પ્રાઈવેટ લીમીટેડ નેટમેડલ માર્કેટ પ્લેસ લિમીટેડ અને દાધા ફાર્મા ડિસ્ટ્રીબ્યુશન પ્રાઈવેટ લીમીટેડમાં 100% હિસ્સેદારી લીધી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જાહેર કર્યું છે કે તેની સહાયક કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમીટેડ, એટલે કે આરઆરવીએલએ વિટેલીક હેલ્થ પ્રાઈવેટ લીમીટેડ અને તેની નેટમેડસ નામે સામુહિક રીતે જાણીતી સહાયક કંપનીઓનો બહુમત હિસ્સો ખરીદ્યો છે. રિલાયન્સે વિટેલીકમાં કુલ 60% હિસ્સો લીધો છે. તેથી સહાયક કંપનીઓ ત્રિલાસ હેઠળ પ્રાઈવેટ લીમીટેડ, નેટમેડસ માર્કેટ પ્લસ લિમીટેડ અને દાધા ફાર્મા ડીસ્ટ્રીબ્યુશન પ્રાઈવેટ લીમીટેડમાં 100% ભાગ ખરીદ્યો છે.

રિલાયન્સ રિટેલની ડાયરેકટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, આ રોકાણ અમારા એ સંકલ્પને મજબૂત કરે છે કે અમે ભારતમાં દરેકને ડિજીટલ પહોંચ (એકસેસ) પુરી પાડશે. નેટમેડસના અધિગ્રહણની રિલાયન્સ રિટેલ હવે લોકોની સારી કવોલીટી અને વાજબી ભાવે હેલ્થકેર પ્રોડકટસ અને સેવાઓ આપી શકશે.