newsdog Facebook

ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ તો નેગેટિવ આવ્યો પણ તેમની તબિયત...

Vtv News 2020-08-19 00:04:51
  • ભરતસિંહને રોજના 15 કલાક વેન્ટિલેટર પર રખાઈ રહ્યા છે 

  • કોરોના રિપોર્ટ આવી ચુક્યો છે નેગેટિવ  

  • હાલ ફેફસા અને કિડનીની ચાલી રહી છે સારવાર  

ભરતસિંહ સોલંકી છેલ્લા 53 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભરતસિંહને રોજના 15 કલાક વેન્ટિલેટર પર રાખવામાં આવી રહ્યાં છે. તેમજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ચુક્યો છે.

રાજ્યસભાની ચૂંટણી બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો 

રાજ્યસભાની ચૂંટણી બાદ ભરતસિંહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઇને તેમને વડોદરાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે ખસેડાયા હતા. જોકે કોરોનાની લાંબી સારવાર બાદ સ્થિતિમાં સુધારો ન આવતા તેમને CIMS હોસ્પિટલ ખસેડાયા હતા.

કોણ છે ભરતસિંહ સોલંકી 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના 25 માં પ્રમુખ હતાં. આ ઉપરાંત તેઓ ભારત દેશની 14મી લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ 2004 થી 2014 સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા માધવસિંહ સોલંકી પણ રાજકારણમાં લાંબી કારકિર્દી ગુજારી ચુક્યા છે.