newsdog Facebook

સંજય દત્ત કેન્સરના ઈલાજ માટે મુંબઈની હોસ્પિટલમાં થયા દાખલ, ફેન્સને કહ્યું... પ્રે ફોર મી

GSTV 2020-08-18 23:13:47

બોલિવુડ અભિનેતા સંજય દત્ત કેન્સરના ઈલાજ માટે મુંબઈના કોકિલાબહેન હોસ્પિટલમાં દાખલ થયા છે. એવામાં સંજય દત્તે ઈલાજ માટે હોસ્પિટલ પહોંચતા પહેલાં તેના તમામ ફેન્સને પોતાના માટે દુઆ માગવાની અપીલ કરી છે.

Mumbai: Actor Sanjay Dutt leaves from his residence for Kokilaben Hospital. He says, "Pray for me." (Earlier visuals)

He was diagnosed with lung cancer last week. pic.twitter.com/4gp8twQPxE

— ANI (@ANI) August 18, 2020

હોસ્પિટલમાં પહોંચતા પહેલાં સંજય દત્તે માત્ર એટલું જ કહ્યું કે, પ્રે ફોર મી…… સંજય દત્ત ફેફસાના કેન્સરના એન્વાન્સ સ્ટેજમાં છે. શનિવારે તેઓ ટેસ્ટ કરાવવા માટે અંબાણી હોસ્પિટલમાં જોવા મળ્યા હતા. સંજય દત્ત બાંદ્રાના ઈમ્પીરિયલ હાઈટ બિલ્ડિંગથી હોસ્પિટલમાં દાખલ થવા માટે નીકળ્યા હતા ત્યારે તેની સાથે તેની પત્ની માન્યતા દત્ત અને તેની બંને બહેન પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત જોવા મળી. હોસ્પિટલમાં જતા સમયે સંજય દત્ત વિકટરી સાઈન કરી લોકોને પોતાના માટે દુઆ માગવાની અપીલ કરી હતી.

READ ALSO