newsdog Facebook

ભાજપના હોદ્દેદારે પાર્ટી ફંડમાંથી બંગલો ખરીદ્યાનો મુદ્દો કાલે જૂનાગઢમાં C R પાટીલ સામે મૂકાય તેવી ચર્ચા

Vtv News 2020-08-18 22:52:31
  • મુખ્યમંત્રી સુધી પહોંચેલો છે આ મિલકત ખરીદીનો મામલો
  • આ મામલો પાટીલ પાસે મુકવા ભાજપનું એક જૂથ તૈયાર
  • આ મામલો હાલ જૂનાગઢના ભાજપના રાજકીય આગેવાનોમાં ચર્ચાનો વિષય

 
જૂનાગઢમાં આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની મુલાકાત પર સૌની નજર છે. અને કેમ ન હોય તેનું એક કારણ પણ છે. સી.આર.પાટીલની મુલાકાતને લઇને ભાજપમાં આંતરિક ઘુઘવાટ જોવા મળી રહ્યોછે. 

મુખ્યમંત્રી સુધી પહોંચેલો છે આ મિલકત ખરીદીનો મામલો

ભાજપના એક હોદ્દદારે પાર્ટીફંડમાંથી લીધેલા બ્લોક અને બંગલાનો મુદ્દો ઉછળી શકે છે. એટલું જ નહીં પરંતુ આ મિલકત ખરીદીનો મામલો મુખ્યમંત્રી સુધી પણ પહોંચે તેવી ગાંધીનગરમાં હાલ ચર્ચા છે. ભાજપનું એક જૂથ આ મામલે ટાંપીને બેઠુ છે અને નવા પ્રદેશ પ્રમુખને વહાલા થવા કે પછી અંદરો અંદર હરિફના પગ કાપવા માટે સૌરાષ્ટ્ર ભાજપનું જ એક જૂથ આ મામલો પ્રદેશ પ્રમુખ સામે મૂકવા તૈયાર થયું હોવાના ગણગણાટથી હાલ ગાંધીનગર ગાજી રહ્યું છે.