newsdog Facebook

ગુજરાતમાં કોરોનાના કેસ 80 હજારને પારઃ નવા 1126 નવા પોઝિટિવ કેસ સાથે 20 દર્દીના મોત

GSTV 2020-08-18 20:09:24

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1126 કેસ નોંધાયા છે. તો આજે કુલ 20 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવામાં 4, સુરતમાં 7, અમરેલી, ભાવનગર અને કચ્છમાં 2-2, રાજકોટ, વડોદરા અને ગીરસોમનાથમાં 1-1 થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2822 થઇ ચૂક્યો છે. તો હાલમાં 78 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1131 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 69 હજાર 710 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 57 હજાર 234 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 14 લાખ 15 હજાર 598 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 1126 પોઝિટિવ કેસ
  • છેલ્લા 24 કલાકમાં 1131 દર્દીએ કોરોનાને આપી મ્હાત
  • કોરોનાને કારણે વધુ 20 દર્દીના મોત
  • સુરતમાં આજે નવા 252 પોઝિટિવ કેસ
  • અમદાવાદમાં વધુ 165 પોઝિટિવ કેસ

તમામ ક્લબો આવતા સપ્તાહેથી શરૂ

કોરોના મહામારી અને અનલોકના સમયમાં અમદાવાદમાં ક્લબોમાં જતા લોકો માટે સારા સમાચાર આવી રહ્યાં છે. કારણ કે શહેરના તમામ ક્લબો આવતા સપ્તાહેથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અનલોક શરૂ થયા બાદ 5 ઓગસ્ટથી જીમ અને ક્લબને શરૂ કરવાની પરવાનગી આપી દેવાઈ હતી.

દેશમાં કોરોનાનો આતંક

દેશમાં આજે 55 હજાર 79 કેસ સામે આવ્યા છે. જ્યારે 876 લોકોના મોત થયા છે. આ રીતે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 27 લાખ 2 હજાર 743 થઈ છે. તેમાંથી 6 લાખ 73 હજાર 166 એક્ટિવ કેસ છે. 19 લાખ 77 હજાર 780 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 51 હજાર 797 લોકોના મોત થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 3 કરોડ 9 લાખ 41 હજાર 264 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

READ ALSO