newsdog Facebook

સાવધાન! હવે ઘરેણા વેચવા પણ પડશે ભારે, મોદી સરકાર કરી રહી છે આ તૈયારી

GSTV 2020-08-18 16:41:26

જો તમારી પાસે જૂનુ સોનું છે અને તમે તેને વેચી કંઈક નફો કમાવવા માગો છો તો એલર્ટ થઈ જજો. કારણ કે, કેન્દ્રમાં રહેલી મોદી સરકાર હવે જૂના ઘરેણા વેચવા પર પણ ટેક્સ ભરવાનો નિયમ લાવી રહી છે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં જલ્દીથી નિર્ણય લેવામાં આવી શકે છે. કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે કહ્યું કે રાજ્યોના નાણાં પ્રધાનોના જૂથમાં જુના સોના અને ઝવેરાતનાં વેચાણ પર 3% જીએસટી લાદવાની સંમતિ થઈ છે. ઝવેરાત વેચનાર વ્યક્તિ સરકારને સીધો કર ચૂકવશે. માલ ખરીદતી વ્યક્તિ માલ વેચનારને વેરો ચૂકવે છે, પણ અહીં સોનું વેચનારા ગરીબ કે શ્રીમંત લોકો જીએસી ચૂકવશે. માલ વેચનાર વ્યક્તિ સરકારને ટેક્સ આપશે.

Health Tips: ‘ગિલોયનો ઉકાળો’ બનાવવાની આ છે સાચી રીત, આટલી માત્રાથી વધુનું સેવન સ્વાસ્થ્યને કરશે નુકસાન

READ ALSO