newsdog Facebook

તારક મહેતાના સેટ પર થયો પ્રેમ અને કરી લીધા લગ્ન, દિલચસ્પ છે આ કલાકારની લવસ્ટોરી

GSTV 2020-08-18 16:01:43

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો અત્યંત લોકપ્રિય છે. તેના તમામ કલાકારો ઘરઘરમાં ફેવરિટ છે. 12 વર્ષથી આ શો ભારતીય લોકોનું મનોરંજન કરી રહ્યો છે. તેના ફેન્સ હંમેશાં પોતાના ફેવરિટ કલાકારના અંગત જીવન વિશે જાણવા માગતા હોય છે. આ માટે તેઓ આતુર હોય છે. જેમ કે કોને કેટલી ફી મળે છે અથવા તો તેમના પરિવારમાં કોણ છે વિગેરે. આ શોમાં રીટા રિપોર્ટરનું એક પાત્ર છે. જે પ્રિયા આહુજા નિભાવી રહી છે. આવો પ્રિયા આહુજા એટલે કે રીટા રિપોર્ટરની લવ સ્ટોરી.

અનેક ટીવીશોમાં ચમકી ચુકી છે


તારક મહેતા શોના ડિરેક્ટર માલવ રાજડા હંમેશાં પડદાની પાછળ રહ્યા છે. તેથી તેમને ઘણા ઓછા લોકો જાણે છે. તેઓ આ શોમાં રોલ કરી રહેલી રીટા રિપોર્ટરના પતિ છે. આ રીટા એટલે કે પ્રિયા આહુજાએ માલવ રાજડા સાથે લગ્ન કર્યા હતા. માલવ રાજડા સોશિયલ મીડિયા પર પોતાના પરિવારના ફોટો શેર કરતા રહે છે અને તેમાં તેમણે પોતાનો પ્રિયા સાથેનો તથા તેના સંતાન સાથેનો ફોટો પણ શેર કર્યો હતો. માલવે પહેલી વાર પ્રિયાને તારક મહેતાના સેટ પર જોઈ હતી. તેઓ એ વખતે ડિરેક્શન કરી રહ્યા હતા અને પ્રિયા તેમાં એક્ટિંગ કરી રહી હતી. 2011ની 19મી નવેમ્બરે બંનેએ લગ્ન કરી લીધા હતા. લગ્નના આઠ વર્ષ બાદ બંનેને ત્યાં સંતાનનો જન્મ થયો હતો. પ્રિયા આહુજા આ અગાઉ એટલે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અગાઉ ઝારા, શુભવિવાહ, છજ્જે પ્યાર કે, સાવધાન ઇન્ડિયા અને બિટ્ટો જેવા ટીવી શોમાં પણ આવી ચૂકી છે.