newsdog Facebook

સુશાંતની આવક અંગે મેનેજરનો ખુલાસો, બે ત્રણ વર્ષમાં 30 કરોડની કમાણી

GSTV 2020-08-18 15:36:40

સુશાંતસિંહ રાજપૂતની આત્મ હત્યાના મામલે દરરોજ નવો વળાંક આવી રહ્યો છે. હાલ તો આ કેસમાં ઇડી દ્રાર મની લોન્ડરિંગની તપાસ થઈ રહી છે. સુશાંતની ટેલેન્ટ મેનેજર જયંતિ સહાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે એક્ટરે છેલ્લા બે ત્રણ વર્ષમાં વિવિધ પ્રોજેક્ટ દ્વારા 30 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હવે ઇડી આ તમામ પેમેન્ટની તપાસ કરશે અને તેની સાથે સુશાંતની આવક અને ખર્ચની સરખામણી કરશે.

રિયા ચક્રવતીની થઈ શકે છે ફરીથી પુછપરછ


બીજી તરફ રિયા ચક્રવર્તીના ટેક્સ કન્સલ્ટન્ટ રીતેશ મોદીએ પણ રિયાના ટેક્સ અંગેના કેટલાક પેપર્સ અને તેના રોકાણના પુરાવાઓ ઇડીને આપ્યા હતા. ઇડી આ અંગે તપાસ કરીને તેની જાણ કરશે. આ મામલે સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરને પણ ઇડી ફરીથી પૂછપરછ માટે બોલાવી શકે છે. સુશાંતના પિતા કે કે સિંહ અને તેની બહેન મીતુ આ મામલે ઇડીન પોતાના નિવેદન આપી ચૂક્યા છે.