newsdog Facebook

10 સરકારી બેંકો સાથે SEL ટેક્સટાઇલ કંપનીએ 1,530 કરોડની છેતરપિંડી કરી, CBIએ આ કંપની સામે કેસ દાખલ કર્યો

GSTV 2020-08-18 15:18:43

કેન્દ્રીય તપાસ બ્યુરોએ રૂ. 1,530 કરોડની છેતરપીંડીના મામલે એફઆઈઆર નોંધી છે. લુધિયાણાની એસઈએલ ટેક્સટાઇલ લિમિટેડ અને તેના નિર્દેશકો વિરુદ્ધ 10 જાહેર ક્ષેત્રની બેંકોના જૂથમાંથી 1,530 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે કેસ નોંધ્યો છે. જેમાંથી એકનું નામ પનામા પેપર્સના ખુલાસામાં છે. કંપનીના ડિરેક્ટર – રામ શરણ સલુજા, નીરજ સલુજા અને ધીરજ સલુજા નામ આપવામાં આવ્યા છે. કેટલાક અજાણ્યા લોકો સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. કેસ નોંધ્યા પછી સીબીઆઈએ લુધિયાણામાં આરોપી ડિરેક્ટરની કચેરીઓ અને રહેઠાણોની તલાશી લીધી હતી.

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદમાં લોન નાણાંનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કર્યો હતો અને આ જૂથમાં જાહેર ક્ષેત્રની 10 બેંકોએ રૂ. 1,530 કરોડ આપ્યા હતા. ગયા વર્ષે સીબીઆઈએ એસઇએલટીની પેરેન્ટ કંપની એસઈએલ મેન્યુફેક્ચરીંગ કોર્પોરેશન લિમિટેડ સામે બેંક ઓફ મહારાષ્ટ્રને 113 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ કેસ નોંધ્યો હતો. કંપની ભંડોળની હેરાફેરી માટે ‘સંબંધિત કંપનીઓ’ નો ઉપયોગ કરતી હતી. તેની ફરિયાદમાં, આ બેંકે એવી કંપનીઓની સૂચિ આપી કે જેઓ સેલ્ટમાં મોટા વ્યવસાયિક વિનિમય ધરાવે છે.