newsdog Facebook

નોકરી/ સરકારી નોકરી માત્ર સ્થાનિકને જ મળશે, શિવરાજ બદલી રહ્યાં છે કાયદો, જો આ થયું તો અન્ય રાજ્યો પણ અનુસરશે

GSTV 2020-08-18 13:07:46

મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે એમપી ડોમિસાઇલ ધરાવતા લોકો માટે અનામત રહેશે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ માટે જરૂરી કાયદાકીય બદલાવ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ કમલનાથ સરકારે સ્થાનિક લોકોને ઉદ્યોગોમાં 70 ટકા રોજગાર આપવાનું ફરજિયાત બનાવ્યું હતું.

નોકરી માત્ર સ્થાનિકને જ મળશે

કમલનાથ સરકારના નિર્ણય મુજબ રાજ્યમાં સ્થપાયેલા ઉદ્યોગોમાં 7૦ ટકા સ્થાનિક એટલે કે મધ્યપ્રદેશના વતની હોવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત, ઉદ્યોગકારો સરકારી યોજનાઓ, કર મુક્તિનો લાભ ત્યારે જ મેળવી શકશે જ્યારે તેઓ મધ્યપ્રદેશના લોકોને રોજગારનો 70 ટકા ભાગ પૂરો પાડશે.

READ ALSO