newsdog Facebook

અનિલ અંબાણી સાથે લગ્ન પહેલાં સંજય દત્ત સાથે હતાં ટીના મુનિમના સંબંધો, બ્રેકઅપના આઘાતમાં મુન્નાભાઇએ કરી નાંખ્યું હતું ના કરવાનું કામ

GSTV 2020-08-18 12:41:23

ઉદ્યોગપતિ અનીલ અંબાણી સાથે લગ્ન કર્યા બાદ ટીના અંબાણી બનેલી બોલિવૂડની એક સમયની એક્ટર ટીના મુનીમે ઘણી યાદગાર ફિલ્મો આપી છે એ સમયે સંજય દત્ત સાથે તેને અફેર હતો. 1980ના દાયકાના પ્રારંભમાં બંનેના અફેર અંગે ચર્ચા ચાલતી રહેતી હતી. 1981માં આવેલી ફિલ્મ રોકીથી બંને નજીક આવ્યા હતા. રોકી સંજય દત્તની પ્રથમ ફિલ્મ હતી. જોકે એ સમયે ડ્રગ્સની આદતને કારણે સંજય દત્ત બદનામ હતો અને ટીના મુનીમ તેનાથી દૂર ચાલી ગઈ હતી.

ટીના મુનીમ સાથેના બ્રેકઅપનો આઘાત સહન ના કરી શક્યો સંજય દત્ત

યાસિર ઉસ્માને સંજય દત્તની બાયોગ્રાફી લખી છે. જે મુજબ ટીના મુનીમ સાથેના સંબંધોનો વિચ્છેદ સંજય દત્ત સહન કરી શક્યો ન હતો અને ડિપ્રેશનમાં આવી ગયો હતો. એક સાંજે તેણે તનાવમાં આવીને હવામાં ફાયરિંગ કર્યા હતા અને લોકો એકત્રિત થઈ ગયા હતા. એ વખતે તેના હાથમાં કાંટાળો વાયર પણ હતો જેને કારણે તેના હાથમાંથી લોહી આવી ગયું હતું. આ ફાયરિંગથી તેના બંગલાના કાચ પણ ફૂટી ગયા હતા અને કારને નુકસાન થયું હતું. એ વખતે સંજય દત્ત ઘરમાં એકલો હતો. સુનીલ દત્ત શૂટિંગ માટે અમેરિકા ગયા હતા અને સાથે તેમની બંને દિકરીઓને પણ લઈ ગયા હતા.

એ જ દિવસે સાંજે સંજય દત્ત કુમાર ગૌરવને એરપોર્ટ મૂકવા ગયો હતો પરંતુ હકીકત એ હતી કે તેને ખબર પડી ગઈ હતી કે સૌતનના શૂટિંગ બાદ ટીના મુનીમ સિંગાપોરથી પરત ફરી રહી છે અને તે એરપોર્ટ પર મળશે પરંતુ ટીના તેને મળી ન હતી. બંનેના સંબંધ તૂટી ગયા હતા અને સંજય દત્ત આ સ્વિકારવા તૈયાર ન હતો.

ત્યાર બાદ ઉદ્યોગપતિ અનીલ અંબાણી સાથે ટીનાના લગ્ન થયા હતા જોકે આ લગ્ન આસાન ન હતા કેમ કે અનીલના પિતા ધીરૂભાઈ અંબાણી આ માટે સહમત ન હતા. આખરે વર્ષો બાદ તેઓ માની ગયા હતા પરંતુ તેમણે એવી શરત રાખી હતી કે લગ્ન બાદ ટીનાએ ફિલ્મ કરિયર પડતી મૂકવી પડશે. અંતે 1991માં અનીલ અંબાણી અને ટીનાના લગ્ન થયા હતા.

Read Also