newsdog Facebook

રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની નેમ સાકાર થશે : વિજય રૂપાણી

VG News 2020-08-05 00:00:00

અયોધ્યામાં રામમંદિરના ભૂમિપૂજનથી રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્રનિર્માણની નેમ સાકાર થશે .દેશની એકતા અખંડિતતા, સ્વાભિમાન, સંસ્કૃતિ પરંપરા અને માનબિંદૂઓની રક્ષા માટે આ રામમંદિર નિર્માણ આવનારા દિવસોમાં એક મહત્વપૂર્ણ પરિબળ બનશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી અયોધ્યા ખાતે રામમંદિર ભૂમિપૂજનનું જીવંત પ્રસારણ શ્રદ્ધાપૂર્વક નિહાળ્યું હતું. પાંચ સૈકા પછી રામભક્તો માટે રામલલ્લાને એમના જન્મ સ્થાનમાં ભવ્યતા પૂર્વક પૂન: પ્રસ્થાપિત કરવાનો આ સ્વર્ણિમ અવસર છે. પાંચ શતાબ્દી-પાંચસો વર્ષની તપસ્યા અને શ્રદ્ધા આજે રામલલ્લાના ભવ્ય મંદિરના ભૂમિપૂજનથી સાકાર થવા જઇ રહી છે. કરોડો હિન્દુઓના હૃદયમાં બિરાજતા ભગવાન શ્રી રામના જન્મ સ્થળે અનેક વિવાદો બાદ સુપ્રિમ કોર્ટે ચૂકાદો આપીને રસ્તો સરળ કરી દેતા રામ મંદિર નિર્માણ થવાનું છે.

ગુજરાતી તરીકે આપણે સૌ ગૌરવ લઇ શકીએ કે રામમંદિરના નિર્માણમાં ગુજરાત અનેક કારસેવકો અને ગુજરાતીઓનું યોગદાન પહેલેથી જ અહેમ ભૂમિકામાં રહ્યું છે. આ રામ મંદિરના નિર્માણમાં જે સરળતાથી સુપ્રિમ કોર્ટમાં ચુકાદાથી આજે જે નિર્ણયથી, બધાના સર્વસમિતીથી, શાંતિથી, આનંદથી આ પર્વ અને આજનું ખાતમૂહુર્ત થઇ રહ્યું છે એ માટે સંપૂર્ણ યશના ભાગીદાર ગુજરાતના બે સપૂત નરેન્દ્ મોદી અને અમિત શાહએ નિમિત બન્યા છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.