newsdog Facebook

Ram Mandir ભૂમિપૂજન માટે 2000થી વધુ તીર્થસ્થાનોની માટી અને 100થી વધુ નદીઓના પાણી લાવવામાં આવ્યા

Gujarati News 18 2020-08-05 00:00:00
2000થી વધુ તીર્થસ્થાનોની માટી અને 100થી વધુ નદીઓના પાણીથી કરાઇ પૂજા
અયોધ્યામાં પ્રભુ શ્રી રામના રામ મંદિરના ભૂમિ પૂજન વખતે પૂજા અર્ચના માટે અનેક તેવી વસ્તુઓ કરવામાં આવી છે જે આજ પહેલા ક્યારેય ના થઇ હોય. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રામ મંદિરની આધાર શિલા મૂકી ભૂમિપૂજન કર્યું છે. ત્યારે આ ભૂમિપૂજન માટે ખાસ જે ધાર્મિક વિધિ કરવામાં આવી તેમાં 2000 થી વધુ તીર્થસ્થાનમાંથી માટી અને 100 થી વધુ નદીઓમાંથી પાણી લાવવામાં આવ્યું હતું. અને પૂજાવિધિમાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ સાથે જ દેશભરથી રામ ભક્તો ચાંદીની ઇંટ કે ચાંદીના ચિક્કા સાથે રામ લલ્લાના મંદિર નિર્માણ માટે દાન કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ભૂમિપૂજન વખતે 40 કિલોની ઇંટ દાનમાં આપી હતી. સાથે જ તેમના આ ભૂમિપૂજન માટે ચાંદીનો પાવડો અને ચાંદીનો કાન્નો બનાવવામાં આવ્યા હતા. જેનાથી તેમણે આ પૂજાવિધિ સંપન્ન કરી હતી. વધુમાં બીજી તરફ આ કાર્યક્રમમાં હાજર તમામ 175 અતિથિઓને રામજીના લાડુ અને રામજીની છબી વાળો ચાંદીનો સિક્કો પણ યાદગીરી પેટે આપવામાં આવ્યા છે.

Bricks laid as part of 'Bhoomi Pujan' for #RamTemple in #Ayodhya.

Soil from more than 2000 pilgrimage sites and water from more than 100 rivers was brought for the rituals. https://t.co/aGj5yugb2K pic.twitter.com/Ca7Yu5pjpm— ANI (@ANI) August 5, 2020


ઉલ્લેખનીય છે અયોધ્યામાં 3 ઓગસ્ટથી રામ મંદિર ભૂમિ પૂજન માટે તડામાર તૈયારી શરૂ કરવામાં આવી હતી. અને આખી નગરી અને ખાસ કરીને સરયૂના ઘાટને રોશનીથી જગમગાવવામાં આવ્યા હતા. વધુમાં ઘાટ પર ભૂમિપૂજન પહેલા અનેક દીવડા પણ કરવામાં આવ્યા હતા. જેણે આ પ્રસંગની આભા વધારી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા આવી હનુમાનગઢી મંદિરના સૌ પ્રથમ દર્શન કર્યા હતા અને રામલલ્લાના પૂજા વિધિ કરી તેમને દંડવત પ્રણામ કર્યા હતા.
વધુમાં તે પછી વડાપ્રધાન પૂજા વિધિ પ્રમાણી પારિજાતના વૃક્ષનું રોપણ કર્યું હતું. અને ભૂમિપૂજનના કાર્યક્રમ શરૂ કર્યો હતો. બપોરે 12:44 ખાસ મૂહૂર્તમાં આ ભૂમિપૂજન કાર્યક્રમ કરવામાં આવ્યા હતો. જેમાં યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ સમેત બાબા રામદેવ, ઉમા ભારતી સમેત અનેક સાધુ સંતો હાજર રહ્યા હતા.