newsdog Facebook

IPLમાં ચાઈનીઝ સ્પોન્સર મામલે અમિત શાહ બન્યા રોષનો ભોગ, દીકરો છે કારણ

GSTV 2020-08-05 00:00:00

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPLના મુખ્ય સ્પોન્સર તરીકે ચાઈનીઝ કંપની વિવો તથા અન્ય સ્પોન્સરશિપમાં પેટીએમ, અલીબાબા, સ્વિગી સહિતની ચીન સાથે સંકળાયેલી કંપનીઓને ચાલુ રાખવાનું નક્કી કરતાં લોકો ટ્વિટર પર લોકોએ જોરદાર આક્રોશ ઠાલવ્યો. ચાઈનીઝ પ્રીમિયર લીગ હેશ ટેગ ટ્રેન્ડ કરતું હતું. તેના પગલે વિવો ખસી ગઈ હોવાના અહેવાલ છે પણ એ પહેલાં લોકોએ મોદી સરકાર અને ખાસ તો અમિત શાહના માથે બરાબરનાં માછલાં ધોયાં.

શાહના પુત્ર જય શાહ BCCIમાં સેક્રેટરી

BCCI પર શાહનું વર્ચસ્વ છે. શાહના પુત્ર જય શાહ BCCIમાં સેક્રેટરી છે. બોર્ડના બહુમતી હોદ્દેદારો પણ ભાજપ સાથે સંકળાયેલા છે ત્યારે શાહે ધાર્યું હોત તો ચાઈનીઝ કંપનીઓને આઈપીએલથી દૂર રાખવાનો નિર્ણય લેવડાવી શક્યા હોત.

વરસાદની ઋતુમાં આ 5 બાબતોનું રાખો ખાસ ધ્યાન, આ પીણાઓનું સેવન કરશો તો ક્યારેય નહીં પડો બીમાર

READ ALSO