newsdog Facebook

ઉત્તર કોરીયાએ પરમાણુ કાર્યક્રમના વિરોધ વચ્ચે બનાવ્યા અત્યાધુનિક હથિયારો, યુએનનો રિપોર્ટ

GSTV 2020-08-04 20:49:19

એક તરફ સમગ્ર વિશ્વમાં પરમાણુ કાર્યક્રમો ચલાવનારા દેશો સામે જગત જમાદારે લાલ આંખ કરી છે. ત્યારબાદ ઉત્તરકોરિયા સામે અનેક પ્રશ્નો ઉઠતા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. તો હવે ઉત્તર કોરીયાએ પરમાણુ હથિયારો બનાવવાના કામમાં સ્પીડ વધારી છે અને તેણે બેલેસ્ટિક મિસાઈલથી છોડવામાં સક્ષમ એવા પરમાણુ હથિયારો વિકસીત કરી લીધા છે.

યુએન દ્વારા લગાવાયેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન

ઉત્તર કોરિયાએ મિસાઇલની સાથે છોડી શકાય તેવા પરમાણુ હથિયારને વિકસીત કરી લીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉત્તર કોરિયા બાબતો પર બનાવાયેલી નિષ્ણાતોની કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ઉત્તર કોરિયાએ બેલેસ્ટીક મિસાઇલથી છોડવામાં સક્ષમ એવા પરમાણુ હથિયાર વિકસીત કરી લીધા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના રિપોર્ટ પ્રમાણે ઉત્તર કોરિયાએ પરમાણુ હથિયાર બનાવવાના કામમાં તેજી લાવી છે અને તેણે આશરે 30થી 40 પરમાણુ હથિયાર બનાવી લીધા છે. યુએનના રિપોર્ટ મુજબ ઉત્તર કોરિયા યુએન દ્વારા લગાવાયેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરી રહ્યું છે. તે સતત પોતાનો પરમાણુ કાર્યક્રમ ચલાવી રહ્યા છે. તેમાં ઉચ્ચ સંવર્ધનવાળા યુરેનિયમ અને લાઇટ વોટર રિએકટરનું નિર્માણ સામેલ છે. એક સભ્ય દેશે કહ્યું કે ઉત્તર કોરિયા સતત પરમાણુ હથિયારોનું નિર્માણ કરી રહ્યા છે. આ અંતરિમ રિપોર્ટમાં એ પણ કહ્યું છે કે કેટલાય દેશોનું માનવું છે કે ઉત્તર કોરિયાએ મિસાઇલોમાં ફિટ કરવા માટે નાનકડા પરમાણુ હથિયાર બનાવી લીધા છે.