newsdog Facebook

વિશ્વમાં કોરોનાનો કાળ પંજો 7 લાખ લોકોને ભરખી ગયો, 1.85 કરોડથી વધુને કર્યા સંક્રમિત

GSTV 2020-08-04 20:44:50

વિશ્વમાં કોરોન મહામારીના સતત નવા કેસો વધી રહ્યા છે. વિશ્વમાં કોરોના મહામારીની સંખ્યા 1.85 કરોડને પાર થઈ ગઈ છે. વિશ્વમાં 18510113 લોકોમાં કોરોના સંક્રમણ પહોંચી ગયું છે. વિશ્વમાં અત્યાર સુધી કોરોના સંક્રમણને લીધે મોત થનારાની સંખ્યા પણ 7 લાખ પહોંચી ગઈ છે. વિશ્વમાં કોરોના સામે 698901 લોકોના મોત થયા છે. વિશ્વમાં કોરોના સંક્રમણની 1,17,18,664 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. વિશ્વમાં અત્યાર સુધી 6092548 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 64584 જેટલા લોકોની સ્થિતિ ક્રિટિકલ છે.

High BPના દર્દીઓ માટે ખતરનાક છે ટોમેટો સૉસ, આ વસ્તુઓથી વધી શકે છે બ્લડ પ્રેશર

1.59 લાખથી વધુ લોકોના અમેરિકામાં થયા છે મોત

વિશ્વમાં સૌથી વધુ કોરોનાને કારણે મોત અમેરિકામાં થયા છે. અમેરિકામાં 159261 લોકોના મોત થયા છે. તો બ્રાઝીલમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 94702 થઈ ચૂકી છે. મેક્સિકોમાં પણ કોરોનાને કારણે 48 હજાર લોકોના મોત થઈ ગયા છે. યુકેમાં પણ કોરોનાને કારણે 46210 લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોનાને કારણે મોતની સંખ્યા 39188ને પાર થઈ ગઈ છે.
ઈટાલીમાં 35 હજાર લોકોના મોત થયા છે તો ફ્રાન્સમાં પણ 30 હજાર લોકોના મોત થયા છે.

1 દિવસીય સંક્રમણના કેસ અને મોત મામલે ભારત વિશ્વમાં અવ્વલ

વિશ્વમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારા મામલે ભારત વિશ્વમાં સૌથી આગળ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના વધતા કેસો અને મોત મામલે ભારત વિશ્વમાં પ્રથમ આવે છે. ભારતમાં સૌથી વધુ 50629 નવા કેસ નોંધાયા હતા. તો 810 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકા બ્રાઝીલને પાછળ રાખી નવા કેસ અને મોતને મામલે ભારત આગળ વધી ગયું છે.

અમેરિકામાં 48.62 લાખ લોકો થઈ ચૂક્યા છે સંક્રમિત

અમેરિકામાં સંક્રમણનો આંક 48.62 લાખને પાર થયો છે. તો છેલ્લા 24 કલાકમાં 48622 નવા કેસ નોંધાયા હતા. જયારે 567 લોકોના મોત થયા હતા. બ્રાઝીલમાં નવા સંક્રમણના કેસો 17988 નવા કેસ નોંધાયા હતા. સામે 572 લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં અત્યાર સુધી સંક્રમણનો આંક 27.51 લાખને પાર થયો છે.

READ ALSO