newsdog Facebook

ભારતીય રંગમંચના જનક ગણાતા સિતારાનું થયુ નિધન, બોલિવૂડ જગત ઘેરા શોકમાં

GSTV 2020-08-04 20:35:39

2020નું વર્ષ બોલિવૂડ સહિતના અનેકવિધ ક્ષેત્રો માટે ખરાબ સાબિત થયું છે. ત્યારે રંગમંચે તેનો સીતારો ખોયાના સમાચારથી રંગમંચના કલાકારોમાં દુઃખની લાગણી અનુભવી રહ્યાં છે. તો હાલના સમયમાં બોલિવૂડમાં અનેકવિધ કલાકારોની સફળતાનું કારણ તે રહ્યાં છે.

બોલિવૂડની અનેક હસ્તીઓની સફળતા પાછળનું રહ્યાં છે કારણ

રંગમંચનો એક અભૂતપૂર્વ સિતારો આજે ખરી પડ્યો. ઇબ્રાહિમ અલ્કાજી જેમનું આજે 95 વર્ષની જૈફ વયે મુંબઇ ખાતે નિધન થયું છે. દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના 1962-77 સુધી ડિરેકટર તરીકે તેઓએ અનેક કલાકારો તૈયાર કરવાનું કામ કર્યું. જેમાં બોલીવુડની ખ્યાતનામ હસ્તીઓ નસરુદ્દીન શાહ, અનુપમ ખેર, રતન થિયામ, ભરત દવે, વિજયા મહેતા જેવા દિગ્ગજ કલાકારોની સફળતા પાછળનું કારણ ઇબ્રાહિમ અલ્કાજી છે.

ભારતની રંગભૂમિને જીવંત કરવાનું ભગીરથ કાર્ય કર્યું

તેઓ યાદગાર નાટકોની વાત કરીએ રઝિયા સુલતાના, ગોદાન, અંધાયુગ, મૃચ્છ કટીકમ, તુગલગ અને ટ્રોઝન વુમન જેવા નોંધપાત્ર નાટકો તેઓએ દિલ્હીના પુરાના કિલ્લામાં ભજવ્યા હતા. તેઓએ ભારતની રંગભૂમિને જીવંત કરવાનું ભગીરથ કાર્ય કર્યુ હતું. તેઓ માત્ર નાટયકાર જ નહીં પરંતુ એક સારા ચિત્રકાર, સંગીતના જાણકાર તેમજ ઉત્તમ નાટય શિક્ષક પણ હતા.