newsdog Facebook

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

GSTV 2020-08-04 20:15:51

આજે એકાએક પાકિસ્તાને નવો નકશો જાહેર કરીને પીઓકે જ નહીં કાશ્મીરને પોતાનો અભિન્ન હિંસો ગણાવવાની સાથે ગુજરાતના જૂનાગઢને પાકિસ્તાનનો ભાગ ગણાવતાં ગુજરાતમાં આ બાબત ચર્ચાને એરણે ચડી છે. કેમ આઝાદીના આટલા વર્ષો બાદ પાકિસ્તાનને જૂનાગઢની યાદ આવી એ ઘટના પાછળ પણ રસપ્રદ ઇતિહાસ છે. ઇતિહાસ જણાવે છે કે જુનાગઢના પ્રાચીન નામોમાં કરણકુજ, મણિપુર, રિવંત, ચંદ્રકુંપુર, નરેન્દ્રપુર, ગિરિનગર અને પુરાતનપુર તરીકે પણ જાણીતા છે. 1820 એડી બ્રિટિશ સરકાર પછી નામ જૂનાગઢ આપ્યું જે રાજ્ય દ્વારા નોંધાયેલું છે અને જાહેરમાં લોકપ્રિય છે. જોકે, આજે પણ ગ્રામ્ય લોકો કહે છે કે જૂનાગઢ પર વિવિધ નિયમો મુજબ શાસન હતું.

ONGC Recruitment 2020: ઓએનજીસીમાં 4182 નોકરીઓ, ITI પાસ પણ કરી શકે છે અરજી

1472 પછી મહમૂદ બેગડા, ખલીલ ખાન, મુઝફ્ફર, સિકંદર, બહાદુરશા અને ઇબાદતખાન જૂનાગઢ પર 1573થી 1748ની વચ્ચે શાસન કર્યું હતું. જુદી જુદી બાબીસ નવાબ જુનાગઢ પર 1947 સુધી શાસન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના છેલ્લા નવાબ પર આરઝી હુકુમતના હુમલાને કારણે તેઓ જુનાગઢને છોડી કરાંચી ભાગી ગયા હતા. 1949માં જુનાગઢ રાજ્યને સૌરાષ્ટ્ર રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું હતું. આમ જૂનાગઢને આઝાદી 2 વર્ષ બાદ મળી હતી. જૂનાગઢનો નવાબ પાકિસ્તાન સાથે ભળવાનો ઇરાદો લઈને બેઠો હતો. આખરે સરદારે મકક્મ બનીને જૂનાગઢને ગુજરાતમાં ભેળવી દીધું હતું.

૧૯૪૭માં ભારત તો આઝાદ ઘોષિત થઇ ગયું હતું, પણ હજુ ભારતમાંના કેટલાક રજવાડાઓ રાજા તથા નવાબોના હાથમાં હતા. આવા દેશી રજવાડાઓને આઝાદ કરવાના બાકી હતા. આવા સમયે જૂનાગઢમાં નવાબ મહોબતખાનનું રાજ હતું. શાહનવાઝ ભુટ્ટોએ જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કરવાનો ખ્યાલ નવાબ મહોબતખાનના દિમાગમાં ઠસાવી દીધો હતો. નવાબે દિલ્લી સરકારને જાણ કર્યા વગર જૂનાગઢ પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કરી દીધું. આ દરમિયાન, જૂનાગઢના કેટલાક આગેવાનો પોતાના બળે નવાબી હકૂમતનો છેડો લાવવા મેદાનમાં આવ્યા અને આરઝી હકૂમત સ્થાપવાનું નક્કી કર્યું.

આરઝી હકૂમતની જીત

હવે જૂનાગઢ ચોતરફથી ઘેરાયેલું હતું. બહારનો સંપર્ક કપાતાં અનાજની કારમી તંગી, વેપારધંધા ભાંગી પડ્યા હતા. હવે માત્ર હિંદુ જ નહિ, મુસ્લિમ જનતામાં પણ નવાબ સામે આક્રોશ હતો. આ દરમિયાન દીવાન શાહનવાઝ ભુટ્ટોએ ૪ નવેમ્બર, ૧૯૪૭ ના રોજ પુલિસ કમિશ્નર કે. એમ. નક્વીને લેખીત પત્ર સાથે પાકિસ્તાની લશ્કરની સહાય માંગવા કરાંચી મોકલ્યો પણ એ પાછા આવ્યા જ નહિ. આથી જૂનાગઢના નવાબ મહાબતખાન જૂનાગઢનું ઉંબાડીયું દીવાન શાહનવાઝ ભુટ્ટો ઉપર નાખી પાકિસ્તાન ભાગી ગયો હતો.