newsdog Facebook

રાજ્યમાં કોરાના બેકાબુ, માસ્ક નહીં પહેરનારા ઉપર કોર્ટની લાલ આંખ, પ્રથમ વખત 1000, બીજી વખત ફટકારો આટલો દંડ

GSTV 2020-08-04 20:06:41

ગુજરાતમાં કોરોના બેકાબુ બન્યો છે. કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનનું ઉલ્લંઘન થતું હોવાનું પણ સામે આવ્યું છે. હાઈકોર્ટમાં કોરોના વાયરસ મુદ્દે હાઈકોર્ટમાં કરવામાં આવેલી અરજી મુદ્દે કોર્ટે આજે જણાવ્યું હતું કે, માસ્ક ન પહેરનારા લોકો ઉપર દંડની રકમ વધારવામાં આવે. તેમજ રાજસ્થાન હોસ્પિટલમાં સર્જાયેલી દુર્ઘટનાની તપાસથી કોર્ટ સંતુષ્ટ નહીં હોવાનું જણાવ્યું છે.

માસ્કના દંડની રકમમાં વધારો કરવો જોઈએઃ કોર્ટ

કોરોના વાયરસ મામલે હોઈકોર્ટે જાહેરહીતની અરજી મામલે જણાવ્યું છે કે, કોરોનાને ફેલાતો રોકવાનું કામ કોઈ એક માણસનું નથી. પણ આપણા તમામની ફરજ છે. તો માસ્કના દંડ મામલે કોર્ટે ટકોર કરી છે કે, 200 કે 500 રૂપિયા લોકોને બહું નડશે નહીં. સરકાર અને કોર્પોરેશને આ માસ્ક ન પહેરનારા લોકોને પ્રથમવાર 1000 રૂપિયા અને ત્યારબાદ તેમાં વધારો કરીને 5000 રૂપિયા સુધીનો દંડ વસુલ કરવા માટે ટકોર કરી છે. આ ઉપરાંત કોર્ટે માસ્ક ન પહેરવાની ભૂલ ઉપર દંડની રકમ વધારવા માટે જણાવ્યું છે.

સરકાર રાજસ્થાનની ઘટનાનો રિપોર્ટ આપેઃ કોર્ટ

રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી દર્દીના મોતના મામલે તંત્રની કામગીરીથી હાઈકોર્ટ અસંતુષ્ટ હોવાનું કહી રહી છે. 77 લાખનો દંડ કર્યો પણ આજ દિવસ સુધી રકમ કેમ રિકવર થઈ નથી. તે અંગે પણ કોર્ટે લાલઆંખ કરી છે. સરકાર આ અત્યંત કમનશીબ ઘટનાને ગંભીરતાથી લઈને રિપોર્ટ આપે તેમ જણાવ્યું છે.