newsdog Facebook

આ કારણે કાર અને બાઈકની કિંમતોમાં થઈ શકે છે વધારો !

GSTV 2020-08-04 20:19:15

કાર અને બાઈક નિર્માણમાં સ્ટીલનું મુખ્ય યોગદાન હોય છે. કાર અને બાઈકનું રેન્જમાં હોવા માટે સ્ટીલની કિંમતો રેન્જમાં હોવી ખૂબ જ જરૂરી છે. જાણકારી પ્રમાણે ઘરેલુ બજારમાં સ્ટીલની કિંમતમા વધારાની સંભાવનાઓની વચ્ચે કાર અને બાઈકની કિંમતમાં પણ વધારો થવાના અણસાર વધી ગયા છે. જાણકારી છે કે, સ્ટીલના ભાવમાં 10 ટકા વધારો જોવા મળી શકે છે. સ્ટીલ કંપનીઓએ ઓટ કંપનીઓની સાથે કોન્ટ્રેક્ટ થઈ ગયા છે તો કેટલાકની સાથે ચાલુ છે.

કસરત કર્યા વગર ઓછું કરવા માંગો છો વજન ? તો દરરોજ પીવો આ વસ્તુ, શરીરમાં થશે મોટા ફેરફાર

ઓક્ટોબરથી શરૂ થશે કોન્ટ્રેક્ટ

મીડિયા રીપોર્ટમાં આર્સેલર મિત્તલ નિપ્પાન સ્ટીલ ઈંડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર રંજન ઘરે કહ્યુ કે, કંપનીએ કેટલીક ઓટો કંપનીઓની સાથે અડધા વર્ષ માટે કોન્ટ્રેક્ટ સહી કરી લીધા છે. તેમના પ્રમાણે, ઓટો સેક્ટરમાં સુધાર જોવા મળઈ રહ્યો છે. નાની ગાડીઓની ડિમાન્ડમાં વધારો થઈ રહ્યો છે. લોકો પોતાની પર્સનલ કારને પ્રિફર કરી રહ્યા છે. તેથી ડિમાન્ડ પણ છે. જાણકારી પ્રમાણે, આર્સેલર મિત્તલ નિપ્પાન સ્ટીલ ઈંડિયાના એપ્રીલથી લઈને સપ્ટેમ્બર સુધીનો કોન્ટ્રેક્ટ સહી કર્યો છે, પરંતુ તેનું ક્રિયાન્વયન ઓક્ટોબરથી માર્ચ દરમિયાન જોવા મળી શકે છે.

કંજ્યૂમર પર વધશે બોઝ

રંજન ઘર પ્રમાણે, સ્ટીલ કંપનીઓને ઓટો કંપનીઓને પૂર્ણ ફાયદો આપ્યો નથી. જ્યારે ઓક્ટોબરમાં કિંમત થઈ ગઈ છે. જેનો વિરોધ કરવામાં આવ્યો છે. કાર કંપનીની માનીએ તો જો સ્ટીલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે તો તેનો ભાર તેમને કંજ્યૂમર પર નાખવો પડશે. જોકે, ડિમાન્ડમાં અસર નાખશે. કાર કંપનીઓ પ્રમાણે સ્ટીલ કંપનીઓ ઓછી ઈમ્પોર્ટ ડ્યૂટીનો ખોટો ફાયદો લઈ રહી છે.

કાર નિર્માણમાં આટલુ લાગે છે સ્ટીલ

જાણકારી પ્રમાણે એક કારમાં સરેરાશ 700 કિલો સ્ટીલનો વપરાશ થાય છે, જે કારની કોસ્ટિંગનો 10 ટકા છે. જો સ્ટીલની કિંમતમાં વધારો થયો છે તો અસર કંજ્યૂમર પર જોવા મળશે. કિંમત વધશે તો ડિમાન્ડ ઓછી હશે. તમને જણાવી દઈએ કે, સ્ટીલ અને ઓટો કંપનીઓની વચ્ચે અડધા વર્ષનું અનુબંધ હોય છે.

READ ALSO