newsdog Facebook

મોરબીમાં વધુ પાંચ અને વાંકાનેરમાં કોરોનાના બે કેસ નોંધાયા, કુલ કેસ ૩૯૦

Morbi News 2020-08-04 19:33:42
સિવિલ હોસ્પિટલ કોરોના આઈસોલેશન વોર્ડ તસ્વીર સિવિલ હોસ્પિટલ કોરોના આઈસોલેશન વોર્ડ તસ્વીર

વધુ ચાર દર્દીના મોત થયા, ૨૦ દર્દીઓ સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા

મોરબી શહેરમાં આજે વધુ પાંચ કેસ અને વાંકાનેર શહેરમાં બે કેસ સહીત મોરબી જીલ્લામાં આજે વધુ સાત કેસો નોંધાયા છે તો મંગળવારે ચાર દર્દીના મૃત્યુ થયા છે તો વધુ ૨૦ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ચુક્યા છે
મોરબી જીલ્લાના કેસોમાં વાંકાનેર શહેરના વિવેકાનંદ સોસાયટીના ૬૫ વર્ષના પુરુષ અને અમરનાથ સોસાયટીના ૮૦ વર્ષના પુરુષ તેમજ મોરબી શહેરના સત્યમપાન વાળી શેરીના ૭૫ વર્ષના પુરુષ, ગ્રીન ચોકમાં ૫૦ વર્ષના મહિલા, પ્રાણનગર 2 રવાપર રોડના ૨૦ વર્ષના પુરુષ, માળીયા વનાળીયા સોસાયટી સો ઓરડીના ૬૦ વર્ષના મહિલા અને હાઉસિંગ બોર્ડ શનાળા રોડના ૫૫ વર્ષના મહિલાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે
મંગળવારે વધુ ચાર દર્દીના મોત થયા છે જેમાં હળવદના બે, ટંકારા અને મોરબીના ૧-૧ દર્દીના કોરોનાને પગલે મોત થયા છે તો વધુ ૨૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે નવા સાત કેસો સાથે કુલ કેસનો આંક ૩૯૦ થયો છે જેમાં ૧૨૩ એક્ટીવ કેસ, ૨૩૬ દર્દીઓ સ્વસ્થ થયા છે તો કુલ ૩૧ દર્દીના મોત થયા છે