newsdog Facebook

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે વિભાગે લીધો મોટો નિર્ણય

GSTV 2020-08-04 19:17:46

પેસેન્જરોને આર.ઓનું ઠંડુ પાણી મળી રહે તે માટે રેલવે જાતે જ સ્ટેશન પર વોટર વેન્ડિંગ મશીનનું સંચાલન કરશે. આઈઆરસીટીસીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા રેલવે તબક્કાવાર તમામ વોટર વેન્ડિંગ મશીન હસ્તગત કરશે. નાના સ્ટેશનો પર પણ મશીન લાગતા પેસેન્જરોને શુદ્ધ પાણી મળી રહેશે. અમદાવાદ સહિત દેશભરના તમામ મોટા સ્ટેશનો પર આઈઆરસીટીસી દ્વારા વોટર વેન્ડિંગ મશીનનું સંચાલન કરવામાં આવતું હતું. જ્યાં પેસેન્જરોને 1 રૂપિયાથી લઈ 5 રૂપિયા સુધીની કિમતે ઠંડુ પાણી મળી રહેતું હતું.

ONGC Recruitment 2020: ઓએનજીસીમાં 4182 નોકરીઓ, ITI પાસ પણ કરી શકે છે અરજી