newsdog Facebook

જાપાની સ્ટાર્ટઅપ કંપનીએ બનાવ્યો સ્માર્ટ માસ્ક: 8 ભાષામાં વાત કરશે અને ફોન સાથે થશે સીધો કનેક્ટ

GSTV 2020-08-04 19:07:30

આખી દુનિયા કોરોના વાયરસના ચેપથી પરેશાન છે. વિશ્વના તમામ દેશો તેમના સ્તરે કોરોના ચેપને રોકવા પ્રયાસ કરી રહ્યા છે. કોરોનાને રોકવા માટે ઘણી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે. તેમાં માસ્ક ખૂબ મહત્વપૂર્ણ હોવાનું કહેવામાં આવે છે. વધુમાં આવા ઘણા ઉપકરણો પણ સામે આવ્યા છે જે વપરાશકર્તાને ચેપના જોખમ વિશે જણાવે છે.

મેસેજ વાંચી સંભળાવી શકે છે

જાપાની સ્ટાર્ટઅપ ડોનટ રોબોટિક્સએ એક સ્માર્ટ માસ્ક બનાવ્યો છે, જે ઇન્ટરનેટથી જોડાયેલો રહે છે. આ માસ્કની ખાસિયતોની વાત કરીયે તો આ સ્માર્ટ માસ્ક તમારા ફોન પર આવેલ મેસેજ વાંચી સંભળાવી શકે છે. આ સાથે જ આ માસ્ક જાપાની ભાષાનો અન્ય 8 ભાષામાં અનુવાદ કરી શકવા પણ સક્ષમ છે. આ માસ્કની કિંમત આશરે 3000 રૂપિયા રાખવામાં આવી છે.

સી-માસ્ક સ્ટાન્ડર્ડ ફેસ માસ્ક પર ફિટ થશે

સમાચાર એજન્સી રોઇટર્સના એક રિપોર્ટ અનુસાર કંપનીએ આ ખાસ માસ્કનું નામ સી-માસ્ક રાખ્યું છે. આ સફેદ પ્લાસ્ટિક સી-માસ્ક સ્ટાન્ડર્ડ ફેસ માસ્ક પર ફિટ થશે. માસ્ક સ્માર્ટફોનના બ્લૂટૂથથી કનેક્ટ રહેશે અને મોબાઇલ એપ્લિકેશન દ્વારા સંચાલિત કરવામાં આવશે. વોઇસ કમાન્ડ મળવા પર આ માસ્ક ફોન કોલ પણ કરી શકશે.

વર્ષોની સખત મહેનત બાદ રોબોટ બનાવ્યો છે

ડોનટ રોબોટિક્સના સીઈઓ તાઈસુક ઓનોએ આ વિશેષ પ્રકારની વસ્તુ વિશે જણાવ્યું છે કે, અમે વર્ષોની સખત મહેનત બાદ રોબોટ બનાવ્યો છે અને હવે અમે આ તકનીકનો ઉપયોગ ઇન્ફેક્શન ફાઇટીંગ પ્રોડક્ટ્સ વિકસાવવા માટે કરી રહ્યા છીએ. જેથી તે કોરોનાને કારણે બદલાયેલા નવા સમાજની સેવા કરી શકે.

READ ALSO